શ્રદ્ધા અને અશ્રદ્ધા
ભગવાન પર દૃઢ શ્રદ્ધા રાખનારા શ્રેષ્ઠ ભક્ત સંત ગોરા કુંભારનું ઉદાહરણ જુઓ ! પગથી માટી ગૂંદતી વેળાએ તે ભગવાનના સ્મરણમાં એટલા તલ્લીન બની ગયા કે પગ નીચે તેમનું બાળક કચડાઈ રહ્યું છે, તેનું પણ તેમને ભાન ન રહ્યું ! તેથી ભગવાનને તેમના મૃત બાળકને જીવિત કરવાની ફરજ પડી. શ્રદ્ધા આવી હોવી જોઈએ ! ભક્ત પ્રહ્ લાદની શ્રદ્ધાને કારણે ભગવાનને પ્રગટ થવું પડ્યું.