સનાતન સંસ્થાના સંસ્થાપક પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનો પરિચય

તક્ષશિલા, નાલંદા ઇત્યાદિ વિદ્યાપીઠો દ્વારા વેદ, શાસ્ત્રો, કળા, તત્ત્વજ્ઞાન ઇત્યાદિનો પ્રચાર થતો હતો. આજે પણ આ ધર્મજ્ઞાનનો પ્રચાર થવા માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયનું ઘડતર થઈ રહ્યું છે.
 

સનાતન સંસ્થાના શ્રદ્ધાસ્થાન પરમ પૂજ્ય ભક્તરાજ મહારાજજીનાં ચરણોમાં વંદન !

૯.૨.૯૫ના દિવસે બાબાએ મને શ્રીકૃષ્ણ-અર્જુનનું મહત્ત્વ કહ્યું. પછી મારા હાથમાં શ્રીકૃષ્ણ-અર્જુનનો એક ચાંદીનો રથ આપતા કહ્યું, ગોવા ખાતે આપણું કાર્યાલય થશે. ત્યાં મૂકજો ! સનાતન સંસ્થાનું મુખ્ય કાર્યાલય (આશ્રમ) પણ હવે ગોવામાં જ છે. 

સનાતને આરંભ કરેલા રાષ્ટ્રહિતૈષી ઉપક્રમો

સ્વસંરક્ષણ પ્રશિક્ષણ, પ્રથમોપચાર પ્રશિક્ષણ, આપત્કાલિન સહાય્ય પ્રશિક્ષણવર્ગ અને અગ્નિશમન પ્રશિક્ષણવર્ગ આ રાષ્ટ્રહિતૈષી ઉપક્રમોનો આરંભ સનાતને ૧૦-૧૫ વર્ષો પહેલાં જ અત્યંત દૂરનો વિચાર કરીને કર્યો.

ગુજરાતમાં રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માટે સનાતન સંસ્થા વતી અપાયેલાં નિવેદનો

રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા માટે કાયદેસર રીતે વ્યવસ્થા હોવા છતાં પણ સ્વતંત્રતા દિવસ પર પ્લાસ્ટિકના ધ્વજ બધે જ પડેલા જોવા મળે છે. રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે તેમજ ધ્વજસંહિતામાં વિશદ કરેલા નિયમોનું પાલન થતું નથી.