ઉનાળાના દિવસોમાં આરોગ્યની કાળજી કેવી રીતે લેશો ?
ઉનાળાના આહારમાં મીઠા, પચવામાં હલકા, સ્નિગ્ધ, શીત અને દ્રવ પદાર્થો લેવા. શક્કરટેટી, તરબૂચ, મોસંબી, સંતરા, કેળાં, મીઠાં આંબા, મીઠી દ્રાક્ષ, બીલીના ફળો, શેરડી, તાજા નારિયેળ અથવા ત્રોફા, લિંબુ જેવા ફળો ખાવા. પંડોળું, કોળું, ફુદીનો, કોથમીર આહારમાં લેવા. ગાયનું દૂધ અને ઘી લેવા.