પિતૃપક્ષ અને શ્રાદ્ધ વિશે થનારો ગેરપ્રચાર અને તેનું ખંડન
‘સગાંસંબંધીઓ જીવિત હોય ત્યારે તેમને યોગ્ય રીતે સંભાળવા’, આ પ્રત્યેક હિંદુનું કર્તવ્ય છે, એવું હિંદુ ધર્મશાસ્ત્ર કહે છે. ‘મૃત્યુ પછીનો પ્રવાસ સુખમય અને કંકાસવિહોણો થાય, પિતરોને આગળના લોકમાં જવા માટે ગતિ મળે’, એ માટે હિંદુ ધર્મએ શ્રાદ્ધવિધિ કરવા માટે કહ્યું છે.