અલંકારોનો ઉપયોગ કરવા પાછળનો ઉદ્દેશ અને મહત્ત્વ
તહેવાર, યજ્ઞ, જનોઈ, વિવાહ, વાસ્તુશાંતિ જેવી ધાર્મિક વિધિના સમયે દેવતા અને આસુરી શક્તિ વચ્ચે સૂક્ષ્મ-યુદ્ધ ક્રમવાર બ્રહ્માંડ, વાયુમંડળ અને વાસ્તુમાં ચાલતું હોય છે. તેથી તહેવાર ઊજવનારી અને ધાર્મિક વિધિને સ્થાને ઉપસ્થિત રહેનારી વ્યક્તિ પર આ સૂક્ષ્મ-યુદ્ધનું પરિણામ થઈને તેમને અનિષ્ટ શક્તિઓનો ત્રાસ થઈ શકે.