વિકાર દૂર થવા માટે આવશ્યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૧)
‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્યક છે ?’, એ ધ્યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્યા. ‘કોરોના વિષાણુ’ના વિરોધમાં પ્રતિકારશક્તિ વધવા માટે મેં પ્રથમ આવો જપ શોધ્યો હતો.