શ્રદ્ધા અને ભક્તિનું ઉત્‍કટ દર્શન કરાવનારી જગન્‍નાથ રથયાત્રા

કર્માબાઈ નામના જગન્‍નાથનાં મોટાં ભક્તાણી થઈ ગયાં. તેઓ ગરીબ હોવાથી ખીચડી બનાવતાં. ભગવાન જગન્‍નાથ પ્રતિદિન સવારે કર્માબાઈનાં ઘરે ખીચડી ખાવા માટે જતા હતા. જે દિવસે કર્માબાઈએ દેહત્‍યાગ કર્યો, તે દિવસે જગન્‍નાથની આંખોમાં આંસુ આવ્‍યા.

વૈદિક વિમાનવિદ્યા સંશોધક પંડિત શિવકર તળપદેનો જીવનપ્રવાસ

ઉત્‍સાહી માનવો માટે અસાધ્‍ય એવું કાંઈ હોતું નથી. પોતાના ધ્‍યેયમાર્ગ પર તે ક્રમણ કરવા લાગે કે, તેમના માટે યશના બારણાં ખુલી જાય છે. તેની જ એક પ્રતીતિ તરીકે વર્ષ ૧૯૧૫માં તેમના આ કાર્યના સંદર્ભમાં તેમના જીવનમાં એક મોટી તક મળી

રુદ્રાક્ષના લોલકની થનારી હિલચાલ

વાતાવરણમાં સારી અને અનિષ્‍ટ શક્તિઓ કાર્યરત હોય છે. સારી શક્તિઓ સારા કાર્ય માટે મનુષ્‍યને સહાયતા કરે છે, જ્‍યારે અનિષ્‍ટ શક્તિઓ તેને ત્રાસ આપે છે. પહેલાંના કાળમાં ઋષિમુનિઓના યજ્ઞોમાં રાક્ષસોએ વિઘ્‍નો નાખ્‍યા હોવાની અનેક કથાઓ વેદ-પુરાણોમાં છે.

ગુરુ, સદ્‌ગુરુ અને પરાત્‍પર ગુરુ

જેનો જન્‍મ સત્‌કુળમાં થયો છે, જે સદાચારી છે, શુદ્ધ ભાવના ધરાવે છે, ઇંદ્રિય-નિગ્રહ છે, જે સર્વ શાસ્‍ત્રોનું સાર જાણે છે, પરોપકારી છે, ભગવાન સાથે હંમેશાં અનુસંધાનમાં રહે છે, જેની વાણી ચૈતન્‍યમય છે, જેનામાં તેજ અને આકર્ષણશક્તિ છે, જે શાંત હોય છે; વેદ, વેદાર્થનો પારદર્શી છે; યોગમાર્ગમાં જેની પ્રગતિ છે; જેનું હૃદય ઈશ્‍વર જેવું છે (તેનું કાર્ય ઈશ્‍વરેચ્‍છાથી થાય છે), એવા પ્રકારના ગુણ જેનામાં છે, તે જ શાસ્‍ત્રસંમત ગુરુ થવા માટે યોગ્‍ય છે.

ગુરુની આજ્ઞાનું પાલન કરીને તેમનું મન જીતનારો ઉપમન્‍યુ !

ધૌમ્‍યઋષિએ મોટેથી પૂછ્યું, ‘આરુણી, તું ક્યાં છો ?’ બાંધની દિશામાંથી ઉત્તર આવ્‍યો, ‘ગુરુજી હું અહીંયા છું !’ જુએ છે તો શું ? બાંધ ટકતો ન હોવાથી પોતે આરુણી જ ત્‍યાં આડો પડેલો તેમને દેખાયો ! ગુરુજીએ તેને ઉઠાડ્યો અને પ્રેમથી આલિંગન આપ્‍યું.

ઘરે જ કરો રીંગણની વાવણી

વાવણી કેવી રીતે કરવી, એ સમજવા માટે યુ-ટ્યૂબ પરનો વિડિયો વાચકોની સગવડ માટે આપી રહ્યા છીએ. આ વિડિયોમાંનો કેટલોક ભાગ ઉપરોક્ત લેખમાં આપેલી જાણકારી કરતાં જુદો હોઈ શકે. વિડિયોમાં જ્‍યાં રોપોની વાવણી માટે વિશિષ્‍ટ પ્રકારની માટી કહી છે, ત્‍યાં નૈસર્ગિક પદ્ધતિથી જીવામૃત વાપરીને સૂકા ખરેલાં પાન કોહવીને બનાવેલું હ્યુમસ પણ (સુપીક માટી પણ) ઉપયોગમાં લઈ શકાય છે

ઘરે જ કરો આદુંની વાવણી !

જો આદું વ્‍યાવસાયિક (ધંધા) તરીકે વાવવું હોય, તો એપ્રિલના પ્રથમ પખવાડિયામાં વાવવું. જો વધારે મોડું થાય, તો બીજા પખવાડિયામાં લગાડવું; પણ તેનાથી વધારે મોડું કરવું નહીં. તમે જો એક-બે કુંડામાં જ આદું વાવવાના હોવ, તો તે સમગ્ર વર્ષ દરમ્‍યાન ગમે ત્‍યારે વાવી શકાય.

ઘરે જ કરો કોથમીર અને ફુદીનાની વાવણી

ફુદીનાના રોપનાં મૂળિયાં વધારે ઊંડા જતાં નથી. તેથી સામાન્‍ય રીતે ૬ ઇંચ ઊંડું કૂંડું ઘણું થયું. ફુદીનો ચોમાસામાં આંગણામાં ઉગેલા ઘાંસની જેમ આડો ફેલાતો હોવાથી કૂંડાનો વ્‍યાસ મોટો રાખવો હિતાવહ છે. તેથી કૂંડાને બદલે પહોળું ટબ ઇત્‍યાદિ લેવું શ્રેયસ્‍કર છે.

ઘરે જ કરો બટાકાની વાવણી

માટીમાંથી ફણગા ઉપર આવતા રહે, તેમ તેમ તેના ફરતે સેંદ્રિય ખાતર મિશ્રિત માટી નાખતી જવી. તેને કારણે ફણગા સીધા ઊભા રહેશે. બટાકાના રોપનું થડ અત્‍યંત નાજુક હોવાથી તેને આધાર આપવાની આવશ્‍યકતા હોય છે.

શાકભાજી માટે તડકાની આવશ્‍યકતા

સંપૂર્ણ તડકાની આવશ્‍યકતા રહેલા શાક અડધા તડકામાં અને અડધા તડકાની આવશ્‍યકતા રહેલા શાક જો છાંયામાં લગાડીએ, તો તેનો ફાલ સરખો નહીં આવે, એમ નથી પણ તેમને લાગનારાં ફળો રંગ અને આકારમાં ઓછા હશે. સ્‍વાદ તો તેજ રહેશે; પણ સંખ્‍યા ઓછી હશે અને કળીથી માંડીને પાકવાનો સમય પણ વધારે હશે.