અણુયુદ્ધને કારણે થનારા પ્રદૂષણથી રક્ષણ થવા માટે કરવાનો ઉપાય : અગ્‍નિહોત્ર

પ્રદૂષણના વિવિધ દુષ્‍પરિણામ શાળાના પાઠ્યપુસ્‍તકોમાં આપવામાં આવે છે; પણ તેના પર નક્કર ઉપાયનું આચરણ થતું નથી. પૃથ્‍વીનું સંતુલન બગાડવામાં પ્રદૂષણ આ મહત્ત્વનો ઘટક છે; તે સાથે જ પ્રદૂષણને કારણે માનવી શરીર અને મનનું સંતુલન બગડે છે.

વ્યક્તિની પ્રકૃતિ અનુસાર અને શારીરિક સ્‍થિતિ અનુસાર યોગ્‍ય પડખે સૂઈ જવાથી વહેલી અને શાંત નિદ્રા આવવી !

જો દમનો ત્રાસ થતો હોય, તો ડાબા પડખે સૂવું. તેને કારણે ચંદ્રનાડી બંધ થઈને સૂર્યનાડી ચાલુ થાય છે અને દેહમાંની ઉષ્‍ણતા વધીને શ્‍વસનમાર્ગમાંના કફના કણ ઓગળી જઈને દમનો ત્રાસ ઓછો થાય છે. તેને કારણે શાંત નિદ્રા આવે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે સહેલો ઘરગથ્‍થુ ઉપચાર !

જેમને કડવા લીમડાના તાજાં પાન મળી શકતા નથી, તે લોકો ‘નીમવટી’ (કડવા લીમડાના પાનના ચૂર્ણની ગોળીઓ) લઈ શકે છે. બે ગોળીઓ સવારે નયણે કોઠે થોડા પાણી સાથે લેવી. ત્‍યાર પછી અર્ધો કલાક કાંઈ ખાવું-પીવું નહીં. નાના છોકરાઓને એક ગોળી આપવી. આ ગોળીઓ જો ન મળે, તો ‘ગૂળવેલ ઘનવટી’ અથવા ‘ગિલોય ઘનવટી’ ગોળીઓ લઈએ, તો પણ ચાલે

શાંત નિદ્રા માટે કરવાના ઉપાય

કેટલીકવાર નિદ્રા (ઊંઘ) ન આવવાનાં સીધાં કારણો દેખાતા નથી. તેમજ કેટલીકવાર નિદ્રામાં બડબડવું, પથારીમાંથી ભાગી જવાનો પ્રયત્ન કરવો, એવા પ્રકારો પણ બને છે. તેની પાછળ અનિષ્‍ટ શક્તિનો ત્રાસ, એ પણ કારણ હોય છે. રાત્રિના સમયે અનિષ્‍ટ શક્તિઓની પ્રબળતા વધતી હોવાથી વ્‍યક્તિ નિદ્રાધીન હોય ત્‍યારે તેના પર અનિષ્‍ટ શક્તિ સહેજે આક્રમણ કરી શકે છે.

મૂત્રાશય સાથે સંબંધિત વિકારો માટેના ઉપાય !

કુશમૂળિયા, કાસમૂળિયા, શેરડીના મૂળ, શરમૂળ, ખસ પ્રત્‍યેક ૪૦૦ ગ્રામ લઈને ૨૦ લિટર પાણીમાં ઉકાળીને ૫ લિટર રહે ત્‍યાં સુધી ઉકાળો કરવો અને તેમાં કાકડીના બી, કોળાના બી, ચીભડાના બી, જ્‍યેષ્‍ઠીમધ, આમળા નાખવા.

આયુર્વેદ : આહાર ક્યારે અને કેવી રીતે લેવો ?

પચવામાં ભારે રહેલા પદાર્થો અડધું પેટ ખાલી રહે, તેટલા પ્રમાણમાં ખાવા. પચવામાં હલકા રહેલા પદાર્થો મન ભરીને ખાવા; પણ વધારે પડતી તૃપ્‍તિ થાય, ત્‍યાં સુધી ન ખાવા. (જમતી વેળાએ પેટના બે ભાગ અન્‍ન સેવન કરવું. ત્રીજો ભાગ પાણી માટે અને ચોથો ભાગ વાયુ માટે ખાલી રાખવો.

મોટી બીમારીઓ માટે આયુર્વેદિક ઔષધિઓ !

અશોક (આસોપાલવ)નું ગર્ભાશય પર અધિક પ્રભાવથી કાર્ય થાય છે. તેને કારણે ગર્ભાશયની શિથિલતા નષ્‍ટ થાય છે. ગર્ભાશયની બળતરા અને શૂલ નષ્‍ટ થાય છે અને યોનિ માર્ગે વધારે રક્તસ્રાવ થતો હોય, તો તે થોભી જાય છે. અશોકની છાલ તુટેલા અસ્‍થિને સાંધવામાં સહાયતા કરે છે.

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૫)

મેં તેને આ વિકાર માટે ફેબ્રુઆરી ૨૦૨૨માં નામજપ શોધી આપ્‍યો. તે આ નામજપ પ્રતિદિન ૨ કલાક કરવા લાગી. આ નામજપનો તેને એક મહિનામાં જ સારો લાભ દેખાવા લાગ્‍યો. તે દૈનંદિન કૃતિઓ કરવા લાગી. ડૉક્‍ટરે પણ ‘આ સારો ફેર છે અને હવે આ વિકાર ઘણો નિયંત્રણમાં આવ્‍યો છે’, એમ કહીને તેના ‘સ્‍ટિરૉઇડ’ ઔષધિઓનું પ્રમાણ પણ ઓછું કર્યું

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો પરના નામજપ (ભાગ ૪)

‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્‍ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્‍ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્‍યક છે ?’, એ ધ્‍યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્‍યા.

‘ઇંદ્રાક્ષી’ સ્‍તોત્રની મહતી અને વર્તમાન આપત્‍કાળમાં તેનું મહત્ત્વ !

શ્રીવિષ્‍ણુએ નારદને ‘ઇંદ્રાક્ષીસ્‍તુતિ’ કહી. નારદે તે સૂર્યને અને સૂર્યએ તે ઇંદ્રને કહી. ઇંદ્રએ તે સ્‍તુતિ સચીપુરંદર ઋષિને કહી. આ રીતે સચીપુરંદર ઋષિ દ્વારા આ સ્‍તોત્ર માનવજાતિને પ્રાપ્‍ત થયો.