કુલુ ખીણમાં અધિષ્ઠાત્રી દેવતા ‘બિજલી મહાદેવ’ અને ‘બેખલીમાતા’ (ભુવનેશ્વરીદેવી)નું છે ચૈતન્યમય સ્થાન !
દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં કુલુ નામનું નગર છે. આ નગરની ચારે દિશાઓમાં અનેક દૈવી સ્થાનો છે. કુલુ એટલે પૂર્વના કાળમાંનું ‘કુલાંતપીઠ’ ! જ્યાં માનવીનું કુળ સમાપ્ત થાય છે અને દેવકુળ અર્થાત્ દેવોનું નિવાસસ્થાન છે તે, અર્થાત્ ‘કુલાંતપીઠ’ ! આવા કુલુ પ્રદેશમાં કુલુની ખીણ છે.