નવગ્રહોની ઉપાસના કરવા પાછળનો ઉદ્દેશ અને તેમનું મહત્ત્વ !
વર્તમાનકાળમાં માનવીના જીવનમાંની ૬૫ ટકા ઘટનાઓ પ્રારબ્ધને કારણે થતી હોય છે. નિરંતરની બીમારી, દીર્ઘકાળની વ્યાધિઓ, કૌટુંબિક કંકાસ, શૈક્ષણિક અપયશ, આર્થિક ખેંચ, વૈવાહિક સુખ ન મળવું, અપઘાતના પ્રસંગો જેવા દુઃખદ પ્રસંગો પ્રારબ્ધને કારણે બનતા હોય છે.