નૈસર્ગિક કાળવિભાગ : વર્ષ, અયન, ઋતુ, માસ અને પક્ષ
ભારતીય કાળગણના સૌરવર્ષ અને ચાંદ્રવર્ષ આ બન્ને પ્રકારનો સમન્વય સાધ્ય કરે છે. ભારતીય કાળગણનામાં વર્ષ સૌર અને મહિનાઓ ચાંદ્ર પદ્ધતિથી છે; અર્થાત્ વર્ષનો આરંભ વસંતઋતુથી થાય છે; પણ દિનાંકથી થવાને બદલે તિથિથી થાય છે.