​પ્રયાગરાજ મહાકુંભ મેળો ૨૦૨૫

૧૩ જાન્યુઆરી થી ૨૬ ફેબ્રુઆરી

સનાતન સંસ્‍થા સાથે પ્રગટાવો જ્‍યોત ભક્તિની,
માણો અનુભૂતિ આનંદ અને દિવ્‍યતાની

Connect With Us

કુંભમેળાની વિશેષતાઓ
* સહસ્રો વર્ષોની પરંપરા
* હિંદુઓની સાંસ્‍કૃતિક એકતાનું ખુલ્‍લું વ્‍યાસપીઠ !
* હિંદુઓનો વિશ્‍વનો સૌથી મોટો ધાર્મિક મેળો !
* કોઈપણ આર્થિક સહાયતાની અપેક્ષા સિવાય આયોજિત થનારો કુંભમેળો !
* શ્રદ્ધાળુઓની સૂધ-બૂધનું વિસ્‍મરણ કરાવી તેમનામાં વિરક્ત ભાવ જાગૃત કરનારી ગંગાસ્‍નાનની ધૂન !
* ‘રાજયોગી (શાહી) સ્‍નાન નિમિત્તે નીકળનારી સાધુઓની સશસ્ર શોભાયાત્રા !
* અન્‍નછત્રોના માધ્‍યમ દ્વારા ઊંચ-નીચના ભેદનું વિસ્‍મરણ કરાવનારો ભક્તોનો મેળો
* દિવસ-રાત ચાલનારું અન્‍નછત્ર અર્થાત કુંભમેળાના શ્રદ્ધાળુઓ માટે વિવિધ સંપ્રદાયો દ્વારા પ્રદાન કરવામાં આવેલી સુવિધા !
* પ્રાચીનકાળથી કુંભમેળાઓ ધર્મજાગરણનું એક ઉત્‍કૃષ્‍ટ વ્‍યાસપીઠ : ધર્મરક્ષણ કરનારું ધર્મસંમેલન !

જનતાને ધર્મસિદ્ધાંતોનું શિક્ષણ આપવા માટે, ભક્તોને અધ્‍યાત્‍મના માર્ગ પર દિશાદર્શન કરવા માટે સમર્પિત સનાતન સંસ્‍થા, પવિત્ર કુંભમેળાઓમાં સક્રિય રૂપે સહભાગી થાય છે. આ વર્ષે, સનાતન સંસ્‍થા શ્રદ્ધાના આ ભવ્‍ય સંગમમાં પધારનારા કરોડો શ્રદ્ધાળુઓને ધર્મ વિશે અમૂલ્‍ય જ્ઞાન પ્રદાન કરવા માટે પોસ્‍ટર અને ગ્રંથોનું પ્રદર્શન લગાડશે.


સનાતન સંસ્‍થાના શિબિરોમાં પધારવાથી શ્રદ્ધાળુઓને આ ગ્રંથોમાં વિશદ કરેલું જ્ઞાન જાણી લેવાની તક મળશે. જે કોઈ સાધના કરવા માટે ઇચ્‍છુક છે, તેમના માટે આ ગ્રંથો માર્ગદર્શક છે. આ ઉપરાંત, સાધના વિશેના દૈનિક વ્‍યાખ્‍યાનોનું આયોજન કરવામાં આવશે, કે જે લોકોને પ્રતિદિનની દિનચર્યામાં અધ્‍યાત્‍મનો સમાવેશ કરવા માટે માર્ગદર્શન કરશે. આ કાર્યોના માધ્‍યમ દ્વારા, સનાતન સંસ્‍થાનો ઉદ્દેશ લોકોને સનાતન હિંદુ ધર્મ પ્રત્‍યે પોતાના વિશ્‍વાસ અને અભ્‍યાસને ગહન કરવા માટે પ્રેરિત કરવાનો છે. કુંભમેળાનું આધ્‍યાત્‍મિક પ્રયોજન ધ્‍યાનમાં રાખીને શ્રદ્ધાળુ હિંદુ સમાજ કેવળ કુંભપર્વમાં નહીં પણ વર્ષના ૩૬૫ દિવસ આધ્‍યાત્‍મિક પ્રગતિ માટે સાધના કરે, એ જ ઈશ્‍વરનાં ચરણોમાં પ્રાર્થના છે !

પ્રયાગરાજ મહાકુંભ મેળો 2025માં સનાતન સંસ્થાનું કાર્ય

મહાકુંભમેળા માં સનાતન સંસ્થા સાથે જોડાવ !

૧.

ધર્મશિક્ષણ પ્રદાન કરનારા ફલકોનું પ્રદર્શન

૨.

સાધનાના મૂળ સિંદ્ધાતો વિશેના દૈનિક સત્‍સંગ

૩.

સાધુ-સંતોનું સ્‍વાગત અને એમને મળવું

૪.

રાષ્‍ટ્ર અને ધર્મ વિશેના સનાતનના ગ્રંથોનું પ્રદર્શન

૫.

આનંદમય જીવન કેવી રીતે જીવવું, એ વિશેનું સાધના સત્‍સંગ

૬.

સ્‍વચ્‍છ કુંભ, સાત્‍વિક કુંભ અભિયાન

કાર્યક્રમોની સૂચિ

સનાતન સંસ્‍થા સાથે આ મહાકુંભનો આધ્‍યાત્‍મિક સ્‍તર પર લાભ લો !

સનાતન સંસ્‍થા આપને મહાકુંભમેળામાં અમારા નિત્‍યનુતન કાર્યક્રમોમાં સહભાગી થવા માટે આમંત્રિત કરે છે. સાધનાના મૂળ સિદ્ધાંતો શીખવા માટે દૈનિક સત્‍સંગનો લાભ લો, તેમજ આનંદી જીવન જીવવા માટેના માર્ગદર્શન માટે સાધના સત્‍સંગમાં પધારો.
ધર્મ વિશેનું આપનું જ્ઞાન વૃદ્ધિંગત કરવા માટે અમારા ધર્મશિક્ષણ પ્રદાન કરનારા પ્રદર્શનનો લાભ લો તથા ધર્મ, અધ્‍યાત્‍મ, રાષ્‍ટ્ર-નિર્માણ, આયુર્વેદ, બાળ સંસ્‍કાર ઇત્‍યાદિ વિવિધ વિષયો પર આધારિત અમારા ગ્રંથ-પ્રદર્શનનો લાભ લો. ધર્મનો માર્ગ અપનાવવા માટે તેમજ તમારા આધ્‍યાત્‍મિક પ્રવાસને ગતિ મળે એ માટે અમારી સાથે જોડાઈ જાવ !

Image of a poster exhibition by Sanatan Sanstha on education on Dharma

ઉદ્‌ઘાટન

૧૦ જાન્‍યુઆરી ૨૦૨૫

આ દિવસથી મોરી-મુક્તિ માર્ગ ચારરસ્‍તા, સેક્‍ટર ૧૯, પ્રયાગરાજમાં સનાતન સંસ્‍થાનું શિબિર અને ધર્મશિક્ષણ પ્રદર્શનનો આરંભ થયો છે. સહુએ તેનો અવશ્‍ય લાભ લેવો.

Image of Sanatan Sanstha National Spokesperson answering questions from the audience in a Satsang

દૈનિક સત્‍સંગ

૧૩ જાન્‍યુઆરી થી ૨ ફેબ્રુઆરી ૨૦૨૫

સાધનાના મૂળ સિદ્ધાંતો વિશે સત્‍સંગ. આધ્‍યાત્‍મિક જીવન જીવવાનું માર્ગદર્શન મેળવો અને આપની શંકાઓનું નિરસન કરો.

Image of a Sanatan Sanstha free satsang on practical spirituality

સાધના સત્‍સંગ

૯ ફેબ્રુઆરી ૨૦૨૫

આ મહાસત્‍સંગમાં આનંદી જીવન પર માર્ગદર્શન કરવામાં આવશે. આ સત્‍સંગ સાધના કરનારા તેમજ વ્‍યવહારિક જીવન વ્‍યતીત કરનારા, બન્‍ને માટે લાભદાયક છે.

Image of a book stall by Sanatan Sanstha with Sanatan's publications on display

ગ્રંથ પ્રદર્શન

૬ જાન્‍યુઆરી થી ૭ ફેબ્રુઆરી ૨૦૨૫

અહીં તમને ૧૧ ભાષાઓમાં ૩૫૦ થી વધુ ગ્રંથો દ્વારા હિંદુ જીવન, સંસ્‍કૃતિ તેમજ રાષ્‍ટ્ર સાથે સંબંધિત ગહન જાણકારી મળી શકે છે.

ધર્મ પ્રચાર-પ્રસાર માટે

દાન કરો !

મહાકુંભમાં ધર્મપ્રસાર કરવા માટે દાન કરીને પુણ્ય પ્રાપ્ત કરો ! ૧૨ વર્ષો ઉપરાંત આવનારા આ મહા કુંભપર્વમાં આપની ક્ષમતા અનુસાર યોગદાન આપો !

આ મહાકુંભ મેળામાં સનાતન સંસ્‍થા ૨૦૦ સાધકોના માધ્‍યમ દ્વારા ધર્મનો પ્રચાર-પ્રસાર કરશે. આ અંતર્ગત ભક્તોને આનંદી જીવન જીવવા માટે સાધનાનું માર્ગદર્શન કરવું, સંસ્‍કૃતિ પાલન અને ધાર્મિક આચરણ શીખવનારા વિનામૂલ્‍ય પ્રવચનો તેમજ ભવ્‍ય ગ્રંથ અને ફલક પ્રદર્શનોનું આયોજન, તે સાથે જ ગંગાજી અને કુંભની મહતી વિશદ કરનારી પ્રસારસામગ્રી અને સોશીયલ મિડીયાના માધ્‍યમ દ્વારા પ્રસાર કરવામાં આવશે. સનાતન સંસ્‍થાના સાધકો ‘સ્‍વચ્‍છ કુંભ, સાત્ત્વિક કુંભ’ અંતર્ગત સ્‍વચ્‍છતામાં સહભાગી થઈને કુંભમેળાની પવિત્રતા જાળવી રાખવામાં સહાયતા કરશે. કુંભમેળો હિંદુઓની આધ્‍યાત્‍મિક શક્તિ વૃદ્ધિંગત કરનારું વિશ્‍વનું સૌથી મોટું પર્વ છે. આ કુંભપર્વમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૪૦ કરોડ શ્રદ્ધાળુઓ ગંગાસ્‍નાન માટે આવવાની શક્યતા છે. આપના દ્વારા કરવામાં આવેલા દાનધર્મને કારણે સનાતન સંસ્‍થા ઉપર જણાવેલાં ઉપક્રમો ચલાવીને વધારેમાં વધારે શ્રદ્ધાળુઓ સુધી પહોંચી શકશે.
શાસ્‍ત્ર કહે છે કે તીર્થરાજ પ્રયાગમાં થનારા મહાકુંભ પર્વ નિમિત્તે દાન કરવાથી અક્ષય પુણ્‍ય મળે છે. તેથી તમે તમારી ક્ષમતા અનુસાર ધન, ભોજન, સામાન ઇત્‍યાદિનું દાન કરો અને ધાર્મિક કાર્યોમાં સહભાગી થાવ !

નિવાસ

રૂ. ૧૯,૩૫,૦૦૦

રજાઈ, ગાદલાં, ચાદર, ઓશીકા, હીટ કૉયર (ફોમ); નિવાસ માટે ફ્‍લૅટ / ટેંટ; જનરેટર અને ઇન્‍વર્ટર

આહાર (ભોજન)

રૂ. ૨૮,૫૦,૦૦૦

સાધકો માટે ભોજન અને અલ્‍પાહાર (નાસ્‍તો), મહેમાનો માટે ભોજન અને અલ્‍પાહાર, પીવાના પાણીની વ્‍યવસ્‍થા

પ્રદર્શન

રૂ. ૨૬,૦૦,૦૦૦

ટેંટ લગાડવો; પ્રદર્શન માટે ફ્‍લેક્સ, કનાત; ટૅબલ, ખુરશીઓ ૨૦૦; કાર્પેટ (લાલ અથવા લીલું)

પ્રસિદ્ધિ

રૂ. ૪,૮૫,૦૦૦

સમાચાર, ટી.વી. ચેનલો પર પ્રસિદ્ધિ અને પત્રકાર પરિષદ; નિમંત્રણ પત્રિકા, હોર્ડિંગ, પોસ્‍ટ, ફ્‍લેક્સ ફલકોની છપાઈ

ધ્‍વનિ અને વિદ્યુત વ્‍યવસ્‍થા

રૂ ૧૦,૨૫,૦૦૦

સત્‍સંગ માટે વિદ્યુત વ્‍યવસ્‍થા, (૨૫ હેલોજન સહિત) ધ્‍વનિ વ્‍યવસ્‍થા; અન્‍ય વિદ્યુત ઉપકરણો; પ્રોજેક્‍ટર વ્‍યવસ્‍થા

અન્‍ય

રૂ.૧૭,૦૫,૦૦૦

કાર્યક્રમો માટે વ્‍યાસપીઠ; ૫ ચારપૈડાવાળા અને ૧૦ બેપૈડાવાળા વાહનો માટે પેટ્રોલ; ચિકિત્‍સા (મેડિકલ) વ્‍યવસ્‍થા; કાર્યાલયીન ખર્ચ

Payment Options

GPay
BHIM
PhonePe
Cr/Dr Cards
Net Banking

ગત કુંભમેળાઓમાં સનાતન સંસ્થાનું કાર્ય

ગત કુંભમેળાઓમાં સનાતન સંસ્થાનું કાર્ય

ગત કુંભમેળાઓમાં સંતો દ્વારા કરવામાં આવેલી સનાતન સંસ્‍થાની પ્રશંસા !

કુંભમેળો ભારતની સાંસ્‍કૃતિક મહાનતાના કેવળ દર્શન જ નહીં, જ્‍યારે સંતસંગ પ્રદાન કરનારો આધ્‍યાત્‍મિક મેળાવડો છે. કુંભપર્વ નિમિત્તે પ્રયાગ, હરદ્વાર (હરિદ્વાર), ઉજ્‍જૈન તેમજ ત્ર્યંબકેશ્‍વર-નાશિક, આ ચાર ક્ષેત્રોમાં પ્રતિ ૧૨ વર્ષ ઉપરાંત આવનારા આ પર્વનું હિંદુ જીવનદર્શનમાં મહત્ત્વપૂર્ણ સ્‍થાન છે. ગંગાસ્‍નાન, સાધના, દાનધર્મ, પિતૃતર્પણ, શ્રાદ્ધવિધિ, સંતદર્શન, ધર્મચર્ચા જેવી ધાર્મિક કૃતિઓ કરવા માટે કરોડો શ્રદ્ધાળુઓ તેમજ સાધુ-સંતો અહીં પધારે છે.

પ્રયાગ ખાતે ગંગા, યમુના તેમજ સરસ્‍વતીના ત્રિવેણી સંગમ પર પ્રત્‍યેક ૧૨ વર્ષ ઉપરાંત કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે, જેને ‘મહાકુંભમેળા’ તરીકે સંબોધવામાં આવે છે. આ કુંભપર્વમાં મકરસંક્રાંતિ, પોષ (મૌની) અમાસ તેમજ વસંત પંચમી, આ ત્રણ પર્વકાળ આવે છે. જેમાં પોષ (મૌની) ‘અમાસ’ પ્રમુખ પર્વ છે તેમજ તેને ‘પૂર્ણકુંભ’ કહે છે. મહા પૂર્ણિમાને ‘પર્વકાળ’ માનવામાં આવે છે. આ ચાર પર્વોના દિવસે ગંગાસ્‍નાનનું વિશેષ મહત્ત્વ છે. ૧૨ વર્ષમાં એકવાર આવનારા કુંભમેળા ઉપરાંત ૬ વર્ષ પછી આવનારા કુંભમેળાને ‘અર્ધકુંભમેળો’ કહે છે.

કલ્‍પવાસ – કુંભમેળાની એક સાધના !
પ્રયાગના સંગમ પર પોષ સુદ અગિયારસ થી મહા પૂર્ણિમા સુધી અનેક સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ સંયમ રાખીને વસવાટ કરે છે. આ વસવાટને ‘કલ્‍પવાસ’ કહે છે.
 

મહાકુંભ 2025 માં રાજસી સ્‍નાન ક્યારે છે ?

13

જાન્‍યુઆરી 2025

પોષ પૂર્ણિમા

14

જાન્‍યુઆરી 2025

મકર સંક્રાંતિ

29

જાન્‍યુઆરી 2025

મૌની અમાસ

03

ફેબ્રુઆરી 2025

વસંત પંચમી

12

ફેબ્રુઆરી 2025

મહા પૂર્ણિમા

26

ફેબ્રુઆરી 2025

મહાશિવરાત્રિ

ગ્રહગણિત અનુસાર ચાર કુંભક્ષેત્રોમાં થનારા કુંભમેળાઓ

હરિદ્વાર કુંભમેળો

જ્‍યારે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે.

આ ઉત્તરાખંડ રાજ્‍યના ગંગાકાંઠે વસેલું પ્રાચીન તીર્થક્ષેત્ર છે. હિમાલયની અનેક ખાઈઓ અને શિલાઓમાંથી તીવ્ર વેગે નીચે આવનારો ગંગાજીનો પ્રવાહ, અહીંના સમતલ ભાગોમાં આવવાથી મંદ પડી જાય છે. આ સ્‍થાનને ‘ગંગાદ્વાર’ પણ કહે છે.

પ્રયાગ કુંભમેળો

જ્‍યારે ગુરુ વૃષભ રાશિમાં અને ચંદ્ર તેમજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે.

આ ઉત્તરપ્રદેશમાં ગંગા, યમુના અને સરસ્‍વતીના પવિત્ર ‘ત્રિવેણી સંગમ’ પર વસેલું તીર્થસ્‍થાન છે. આ પવિત્ર સંગમને કારણે જ આને ‘પ્રયાગરાજ’ અથવા ‘તીર્થરાજ’ કહેવામાં આવે છે. પ્રયાગનો અર્થ છે ‘મોટો યજ્ઞ કરવો’. બ્રહ્મદેવની કુરુક્ષેત્ર, ગયા, વિરાજ, પુષ્‍કર અને પ્રયાગ, આ પાંચેય યજ્ઞવેદીઓમાંથી પ્રયાગ મધ્‍યવેદી છે. કાશી, પ્રયાગ અને ગયા આ ત્રિસ્‍થળી યાત્રામાં એક પ્રયાગનું સ્‍થાન ધાર્મિક દૃષ્‍ટિએ અદ્વિતીય છે. આ ક્ષેત્રનું માહાત્‍મ્‍ય વિશદ કરતી વેળાએ કહેવામાં આવે છે કે મહાપ્રલય સમયે ભલે સમગ્ર વિશ્‍વ ડૂબી જાય, પરંતુ પ્રયાગ નહીં ડૂબે.

ઉજ્‍જૈન કુંભમેળો

જ્‍યારે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ સિંહ રાશિમાં હોય છે.

ઉજ્‍જૈનનો કુંભમેળો ક્ષિપ્રા નદીના કિનારે ભરાય છે. આ ઉત્તરવાહિની પવિત્ર નદી જે સ્‍થાન પર પૂર્વવાહિની બની જાય છે, તેનું આ સ્‍થાન પર પ્રાચીન કાળમાં એકવાર ગંગાજી સાથે મિલન થયું હતું. આજે ત્‍યાં ગણેશ્‍વર નામનું લિંગ છે, સાથે જ સ્‍કંદપુરાણમાં ક્ષિપ્રા નદીને ગંગા નદી માનવામાં આવ્‍યાં છે.

ત્ર્યંબકેશ્‍વર – નાશિક કુંભમેળો

જ્‍યારે ગુરુ અને સૂર્ય બન્‍ને સિંહ રાશિમાં પ્રવેશ કરે છે.

ત્ર્યંબકેશ્‍વર-નાસિકનો કુંભમેળો ગોદાવરી નદીના કાંઠે થાય છે. ગૌતમઋષિ ગંગાજીને ગોદાવરી નામથી ત્ર્યંબકેશ્‍વર-નાસિક ક્ષેત્રમાં લઈ આવ્‍યા. કહેવામાં આવે છે કે, બ્રહ્મપુરાણમાં વિંધ્‍ય પર્વતની પેલેપારનાં ગંગાજીને ગૌતમી (ગોદાવરી)ના નામથી ઓળખવામાં આવે છે.

કુંભમેળાનું અનન્‍યસાધારણ મહત્ત્વ

અહીં સાધના કરીને એનું ૧૦૦૦ ગણું ફળ પ્રાપ્ત કરી લો !
1
પુણ્‍યદાયી

કુંભપર્વમાં સ્‍નાન કરવાથી ૧ સહસ્ર અશ્‍વમેધ, ૧૦૦ વાજપેય તેમજ પૃથ્‍વીની ૧ લાખ પ્રદક્ષિણા ફરવાનું પુણ્‍ય મળે છે, તે સાથેજ ૧ સહસ્ર કાર્તિક સ્‍નાન, ૧૦૦ મહા સ્‍નાન તેમજ નર્મદા પર ૧ કરોડ વૈશાખ સ્‍નાન સમાન એક કુંભસ્‍નાનનું ફળ છે.

2
મન અને કર્મની શુદ્ધિ થવી

કુંભપર્વના કાળમાં સર્વત્ર પુણ્યતરંગોનું ભ્રમણ થાય છે. એનાથી વ્યક્તિના મનની શુદ્ધિ થાય છે. આવા શુદ્ધ મનમાં ઉત્પન્ન થનારા વિચારોના માધ્યમ દ્વારા કૃતિ પણ સાર્થક થાય છે. અર્થાત્, કૃતિ અને કર્મ, બન્‍ને પણ શુદ્ધ થાય છે.

3
અલ્પ સમયગાળામાં કાર્યસિદ્ધિ થવી

કુંભમેળાના સમયમાં અનેક દેવી-દેવતાઓ માતૃકા, યક્ષ, ગંધર્વ, કિન્‍નર પણ ભૂમંડળની કક્ષામાં કાર્યરત રહે છે. સાધના કરવાથી તે બધાના આશીર્વાદ પ્રાપ્ત થઈને અલ્પ સમયગાળામાં જ આપણી કાર્યસિદ્ધિ થાય છે.

4
પિતૃઓને મુક્તિ આપવી

ગંગાજીનું કાર્ય જ છે, ‘પિતૃઓને મુક્તિ આપવી’. તેથી કુંભપર્વમાં ગંગાસ્નાન સહિત પિતૃતર્પણ કરવાની ધર્માજ્ઞા છે. વાયુપુરાણમાં કુંભપર્વને શ્રાદ્ધકર્મ માટે ઉપયુક્ત કહેવામાં આવ્યું છે.

5
પાપોથી મુક્ત થવું

પવિત્ર તીર્થક્ષેત્રોમાં સ્નાન કરી પાપક્ષાલન થાય, તે હેતુ અનેક શ્રદ્ધાળુઓ કુંભપર્વમાં કુંભક્ષેત્રમાં સ્નાન કરે છે. ઉદાહરણ તરીકે, મત્સ્યપુરાણ (અધ્યાય ૧૦૪, શ્લોક ૧૧) અનુસાર તીર્થરાજ પ્રયાગના દર્શન કરવા, ત્યાં નામજપ કરવો અને ત્યાંની માટીને સ્પર્શ કરવાથી માનવી પાપોમાંથી મુક્ત થઈ જાય છે.

6
શરીરમાં ઈશ્વરીય ઊર્જા પ્રવાહિત થવી

કુંભપર્વર્નો સંબંધ ખગોળ અને ભૂગોળ સાથે છે. કુંભપર્વમાં વિધમાન ગ્રહ-નક્ષત્રોની સ્થિતિને કારણે વૈજ્ઞાનિક ઊર્જા ઉત્પન્‍ન થાય છે. તે કુંભપર્વના સ્થાન પર વિધમાન જળપ્રવાહમાં પ્રવાહિત થાય છે. આવી નદીના પ્રવાહમાં સ્નાન કરવાથી આ જળસ્પર્શથી તે ઈશ્‍વરીય ઊર્જા અમારા શરીરમાં પ્રવાહિત થવા લાગે છે.

7
સંતોનો સત્સંગ

કુંભમેળામાં ભારતના વિવિધ પીઠોના શંકરાચાર્યો, ૧૩ અખાડાના સાધુ, મહામંડલેશ્વર, અનેક વિદ્વાન, સંન્યાસી, સંત-મહાત્મા એકત્રિત થાય છે. તેથી કુંભપર્વનું સ્વરૂપ અખિલ ભારતવર્ષનાં સંતસંમેલન જેવું ભવ્યદિવ્ય હોય છે. કુંભપર્યને કારણે શ્રદ્ધાળુઓને સંત સત્સંગનો મોટો અવસર પ્રાપ્ત થાય છે.

8
આર્શીવાદ સહજતાથી પ્રાપ્ત થવા

ગંગા યમુના, સરસ્વતી, ગોદાવરી અને ક્ષિપ્રા આ નદીઓના પુણ્યક્ષેત્રમાં કુંભમેળો ભરાય છે. ત્યાં વાસ કરનારા અનેક દેવતા, પુણ્યાત્મા, ઋષિમુનિ અને કનિષ્ઠ ગણ પણ આ સમયે જાગૃત રહે છે. તેમના આશીર્વાદ મળવામાં સહાયતા થાય છે.

શું તમે કુંભમેળામાં જવાના છો ?

તો અમારી સાથે અવશ્ય જોડાવ…

Book Stall
Main Exhibition
Flex Exhibition

Walkthrough video

સંબંધિત ગ્રંથ (આ સર્વ ગ્રંથો હિંદી ભાષામાં ઉપલબ્‍ધ)

કુંભમેળા વિશે બધું જાણી લો !

કુંભમેળાનો અર્થ, એનો ઇતિહાસ, કુંભમેળાની પરંપરા શું છે ઇત્યાદિ જાણકારી અહીં વાંચો ! અખાડાનો અર્થ તેમજ વિવિધ અખાડાઓમાંના નાગા સંન્યાસીઓ વિશે પણ જાણકારી મેળવો !