શરદી-ઉધરસ અને હોમિયોપથી ઔષધી

હોમિયોપથી ચિકિત્સા પદ્ધતિ સર્વસામાન્ય લોકો માટે અત્યંત ઉપયોગી છે. આ ઉપચારપદ્ધતિ ઘરમાંને ઘરમાં જ કેવી રીતે કરી શકાય ?  હોમિયોપૅથીની ઔષધિઓ કેવી રીતે સિદ્ધ (તૈયાર) કરવી ? આવી અનેક બાબતો વિશેની જાણકારી અહીં આપી રહ્યા છીએ.

તીખો ખોરાક ન લેતા હોવા છતાં પણ કેટલાંક લોકોને પિત્તનો ત્રાસ શા માટે થાય છે ?

વઘારેલા પૌંવા બનાવતી સમયે અત્યંત અલ્પ પ્રમાણમાં તેલ વાપરવામાં આવે, તો પિત્તનો ત્રાસ થતો નથી. અત્‍યંત અલ્‍પ તેલનો વપરાશ કરીને ઉત્તમ સ્‍વાદના વઘારેલા પૌંવા બનાવી શકાય. જેમને આ નથી આવડતું તેમણે કોઈ ઓળખીતાં પાકકળા નિષ્‍ણાત પાસેથી તે શીખી લેવું.

સહેલાં આયુર્વેદિક ઉપચાર

‘રાત્રે વહેલાં સૂઈ જઈને સવારે વહેલાં ઊઠવું, શૌચ-પેશાબનો વેગ રોકી રાખવો નહીં, નિયમિત કસરત કરવી, યોગ્‍ય સમયે અને યોગ્‍ય પ્રમાણમાં ભોજન કરવું, યોગ્‍ય પ્રમાણમાં પાણી પીવું અને બીમાર હોય ત્‍યારે દૂધ અને દૂધના પદાર્થો લેવાનું ટાળવું’  આ આયુર્વેદમાંના મૂળભૂત પથ્‍યો છે.

દિવસમાં ૪ – ૪ વાર ખાવાનું ટાળો !

‘માણસ સ્‍વાદનો ભોક્તા છે. વિવિધ પ્રકારના સ્‍વાદિષ્‍ટ વ્‍યંજનો ખાવાની આવડત પ્રત્‍યેકને જ હોય છે. ઘણીવાર એવું બને છે કે, અઠવાડિયામાં ઘરે સવારના નાસ્‍તામાં પ્રતિદિન અલગ પદાર્થ બને છે; પણ બપોરના ભોજનમાં ‘એનું એ જ’ એવું થાય છે.

તીખું ન ખાવા છતાં પણ કેટલાંક લોકોને પિત્તનો ત્રાસ કેમ થાય છે ?

‘આપણા જઠરમાં પાચકસ્રાવ સ્રવતા હોય છે. આ પાચક સ્રાવ અન્‍નનલિકામાં આવે, તો પિત્તનો ત્રાસ થાય છે. ખાટું, ખારું, તીખું અને તળેલા પદાર્થ ખાવાથી પિત્ત વધે છે; પરંતુ આવું કશું ન ખાવા છતાં પણ કેટલાક જણને ગળામાં અને છાતીમાં બળતરા, એટલે કે પિત્તનો ત્રાસ થાય   છે.

જીવજંતુ અથવા પ્રાણીઓએ દંશ કરવો/કરડવું આના પર હોમિયોપથી ઔષધિઓની જાણકારી

સર્પદંશ થયેલા અથવા વીંછી કરડેલા રુગ્‍ણને બેસાડવો અથવા સૂવડાવવો. તેને શાંત કરવો. દંશ કરેલો ભાગ પેનથી આંકી લેવો, તેમજ દંશ કરવાનો બરાબર સમય નોંધી રાખવો. દંશ કરનાર સાપ અથવા વીંછીનું છાયાચિત્ર સુરક્ષિત અંતર રાખીને કાઢવું.

ચોમાસામાં શરદી, ઉધરસ, તાવમાં ઉપયુક્ત ઘરગથ્‍થુ ઔષધિઓ

ચોમાસામાં નિરંતરના વરસાદને કારણે વાતાવરણમાં ફેલાયેલી ઠંડી સામે બને તે રીતે રક્ષણ કરવાથી આ દિવસોમાં થનારી શરદી, ઉધરસ અને તાવ વહેલા સાજા થવામાં સહાયતા થાય છે.

ચોમાસું અને દૂધ

‘સવારે વહેલાં ઊઠ્યા પછી શૌચ સાફ થયું છે. વ્‍યાયામ થયો છે. સ્‍નાન કર્યા પછી શરીર હળવું થયેલું જણાય છે. આકાશ સ્‍વચ્‍છ છે અને સારી એવી ભૂખ લાગી છે’, એવી સ્‍થિતિ નિર્માણ થયા પછી દૂધ પીવું.

પેટનો દુઃખાવો અને પાણી

‘સવારે ઊઠતાવેંત પાણી પીએ, તો જ ઝાડો ઉતરે છે’, એવી ટેવ હોય, તો પણ સવારે આ પાણી પીવાની ટેવ ભાંગવી. પાણી પીને શૌચ થવા કરતાં જઠરાગ્‍નિ (પાચનશક્તિ) સારી હોવી મહત્ત્વનું છે. જો તે સારો રહેશે, તો યોગ્‍ય સમયે જાતે જ શૌચ થાય છે, તે સાથે જ આરોગ્‍ય પણ સારું રહે છે.’