સહચર (મિત્ર) ફાલનું વાવેતર

વૃક્ષોમાં કેટલાક એવા પ્રકાર છે કે, જે કોઈપણ શાકભાજી સાથે લઈએ, તો પણ ચાલે. તેઓ કેવળ ફૂલો અથવા ફળો આપવાને બદલે વાવેતરની જીવાતને પણ નિયંત્રિત રાખે છે તેમજ માટી પણ ફળદ્રૂપ કરે છે.

સૂરણ અકુંરિત કેવી રીતે કરવું ?

ચોમાસાના સમયગાળામાં સૂરણનો રોપ મોટો થાય છે અને ચોમાસા પછી તેના પાન પીળા પડવા લાગે છે. અકુંરિત કર્યા પછી લગભગ ૭-૮ માસમાં સૂરણના નવા કંદ ભૂમિ નીચે સિદ્ધ થાય છે.

પોતાના વાવેતરમાંના શાકભાજીના બીજનો સંગ્રહ કેવી રીતે કરવો ?

શાકના બીજ લેવા માટે તે અલગ મૂકીને પૂર્ણ તૈયાર થવા દેવા. આવા રોપોના પાન અથવા મૂળિયા ખાવાના ઉપયોગમાં લેવા નહીં. સમય થતા તેના પર ફૂલો આવીને પરાગીકરણ થઈને શિંગો અથવા ફૂલોના ગુચ્‍છ સિદ્ધ થાય છે. તે સૂકાવા લાગે કે તે કાઢી લઈને પૂર્ણ સૂકાવા દઈને હળવેથી બીજ કાઢી લેવા.

ઘરના વાવેતરમાંના વનસ્‍પતિનાં પાન-ફૂલોમાંથી બનાવી શકાય તેવા ચા ના વિવિધ પર્યાય

ઘરના વાવેતરમાંનાં પાન-ફૂલોમાંથી બની શકે તેવા આ પર્યાય ઉપલબ્‍ધ છે. નિયમિત એકજ સ્‍વાદની ચા પીવા કરતાં આવા વિવિધ પર્યાયનો ઉપયોગ કરવાથી મન પણ નવીનતામાંનો આનંદ અનુભવી શકશે.

ઘરે જ કરો રીંગણની વાવણી

વાવણી કેવી રીતે કરવી, એ સમજવા માટે યુ-ટ્યૂબ પરનો વિડિયો વાચકોની સગવડ માટે આપી રહ્યા છીએ. આ વિડિયોમાંનો કેટલોક ભાગ ઉપરોક્ત લેખમાં આપેલી જાણકારી કરતાં જુદો હોઈ શકે. વિડિયોમાં જ્‍યાં રોપોની વાવણી માટે વિશિષ્‍ટ પ્રકારની માટી કહી છે, ત્‍યાં નૈસર્ગિક પદ્ધતિથી જીવામૃત વાપરીને સૂકા ખરેલાં પાન કોહવીને બનાવેલું હ્યુમસ પણ (સુપીક માટી પણ) ઉપયોગમાં લઈ શકાય છે

ઘરે જ કરો આદુંની વાવણી !

જો આદું વ્‍યાવસાયિક (ધંધા) તરીકે વાવવું હોય, તો એપ્રિલના પ્રથમ પખવાડિયામાં વાવવું. જો વધારે મોડું થાય, તો બીજા પખવાડિયામાં લગાડવું; પણ તેનાથી વધારે મોડું કરવું નહીં. તમે જો એક-બે કુંડામાં જ આદું વાવવાના હોવ, તો તે સમગ્ર વર્ષ દરમ્‍યાન ગમે ત્‍યારે વાવી શકાય.

ઘરે જ કરો કોથમીર અને ફુદીનાની વાવણી

ફુદીનાના રોપનાં મૂળિયાં વધારે ઊંડા જતાં નથી. તેથી સામાન્‍ય રીતે ૬ ઇંચ ઊંડું કૂંડું ઘણું થયું. ફુદીનો ચોમાસામાં આંગણામાં ઉગેલા ઘાંસની જેમ આડો ફેલાતો હોવાથી કૂંડાનો વ્‍યાસ મોટો રાખવો હિતાવહ છે. તેથી કૂંડાને બદલે પહોળું ટબ ઇત્‍યાદિ લેવું શ્રેયસ્‍કર છે.

ઘરે જ કરો બટાકાની વાવણી

માટીમાંથી ફણગા ઉપર આવતા રહે, તેમ તેમ તેના ફરતે સેંદ્રિય ખાતર મિશ્રિત માટી નાખતી જવી. તેને કારણે ફણગા સીધા ઊભા રહેશે. બટાકાના રોપનું થડ અત્‍યંત નાજુક હોવાથી તેને આધાર આપવાની આવશ્‍યકતા હોય છે.

શાકભાજી માટે તડકાની આવશ્‍યકતા

સંપૂર્ણ તડકાની આવશ્‍યકતા રહેલા શાક અડધા તડકામાં અને અડધા તડકાની આવશ્‍યકતા રહેલા શાક જો છાંયામાં લગાડીએ, તો તેનો ફાલ સરખો નહીં આવે, એમ નથી પણ તેમને લાગનારાં ફળો રંગ અને આકારમાં ઓછા હશે. સ્‍વાદ તો તેજ રહેશે; પણ સંખ્‍યા ઓછી હશે અને કળીથી માંડીને પાકવાનો સમય પણ વધારે હશે.

કાલમેઘ વનસ્‍પતિ અને તેનો વિકારો માટે ઉપયોગ

જે પ્રદેશમાં કાલમેઘ વનસ્‍પતિ જોવા મળે છે, તે જ પ્રદેશમાં તેનું વાવેતર કરવું. જ્‍યાં આ વનસ્‍પતિ નૈસર્ગિક રીતે જોવા મળતી નથી, ત્‍યાં આ વનસ્‍પતિનું વાવેતર કરવાની આવશ્‍યકતા નથી. આવા વિસ્‍તારમાં કડવા લીમડાના પાનનો આ વનસ્‍પતિની જેમ જ ઉપયોગ કરી શકાય છે.