સર્વશ્રેષ્ઠ નવવિધા ભક્તિ !
શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન એમ ભક્તિના ૯ પ્રકાર છે. આ ૯ પ્રકારોને જ નવવિધા ભક્તિ એમ કહે છે. નવવિધા ભક્તિ આપણને ઈશ્વર સુધી લઈ જાય છે. નવવિધા ભક્તિ એટલે ભગવાનને વિનવણી કરવાના વિવિધ પ્રકાર છે. આત્મનિવેદન એ નવવિધા ભક્તિનું સર્વોચ્ચ સોપાન છે.