મનને આપેલી સકારાત્મક સૂચનાઓ ભાવ પ્રમાણે કાર્ય કરે છે !
નકારાત્મક પરિસ્થિતિમાં પણ સકારાત્મક વિચાર કરવો, સકારાત્મકતા શોધવી, ‘ભગવાન મારા ભલા માટે કરી રહ્યા છે’, એવો ભાવ રાખવો, એ મને શ્રીવિષ્ણુ ભગવાનની કૃપાથી ફાવવા લાગ્યું છે.
નકારાત્મક પરિસ્થિતિમાં પણ સકારાત્મક વિચાર કરવો, સકારાત્મકતા શોધવી, ‘ભગવાન મારા ભલા માટે કરી રહ્યા છે’, એવો ભાવ રાખવો, એ મને શ્રીવિષ્ણુ ભગવાનની કૃપાથી ફાવવા લાગ્યું છે.
આ પદ્ધતિમાં આપણે જ્યારે-જ્યારે અયોગ્ય વિચાર અથવા અયોગ્ય આચરણ કરીએ છીએ, ત્યારે-ત્યારે પોતાને તરત જ ચીટીયો ભરીએ છીએ. એમ કરવાથી શરીરને વેદના થાય છે. આ વેદના સહન ન કરવી પડે એ માટે મન તે અયોગ્ય આચરણ અથવા વિચાર છોડતું જાય છે.
નામજપ ચાલુ હોય ત્યારે ચિત્ત પર અન્ય નવા સંસ્કાર થતા નથી. નામજપથી મન શાંત થાય છે તેમજ માનસિક તણાવને કારણે થનારા શારીરિક વિકાર પણ થતા નથી. નામજપ અખંડ થવા લાગે ત્યારે મનમાં નિરર્થક વિચાર આવતા નથી.
‘પ્રત્યેક વ્યક્તિના જીવનમાં કઠિન પ્રસંગો આવતા જ રહે છે. આવા પ્રસંગોમાં વ્યક્તિની સ્થિતિ અસહાય બની જાય છે, જેના પરિણામ તરીકે માનસિક દુર્બળતા ઉત્પન્ન થાય છે.
‘કેટલીકવાર અન્ય વ્યક્તિની ભૂલને કારણે મન પર તણાવ નિર્માણ થવો અથવા ચિંતા થવી ઇત્યાદિ પ્રકારની અયોગ્ય પ્રતિક્રિયા મનમાં આવે છે.
સાધકોએ ઉપર પ્રમાણે સ્વયંસૂચના બનાવવી અને એ સ્વયંસૂચના સત્ર સમયે, તેમજ જે પ્રસંગોનો ડર લાગે છે, તે પ્રસંગોનો સામનો કરવા પહેલાં પણ લેવી.
દૈનંદિન જીવનમાં થનારા વિવિધ પ્રસંગોમાં પ્રત્યેક વ્યક્તિના મનમાં કોઈક પ્રતિક્રિયા ઉમટતી હોય છે અથવા તો વ્યક્ત થતી હોય છે. અયોગ્ય પ્રતિક્રિયા સ્વભાદોષ અને અહમ્ને કારણે, જ્યારે યોગ્ય પ્રતિક્રિયા ગુણોને કારણે નિર્માણ થાય છે.
ભૂલોના પ્રકાર અનુસાર વિવિધ સ્વયંસૂચના પદ્ધતિ પ્રમાણે સ્વયંસૂચના બનાવવાથી અપેક્ષિત પરિવર્તન તુરંત દેખાઈ આવે છે.
કાળ અનુસાર સ્વભાવદોષ અને અહમ્ નિર્મૂલન પ્રક્રિયા માટેના પ્રયત્નોનું અનન્યસાધારણ મહત્વ છે. આ પ્રક્રિયા પ્રભાવી રીતે ક્રિયાન્વિત કરવા માટે નિયમિત પ્રયત્નોમાંથી એક મહત્વપૂર્ણ પરિબળ એટલે સ્વયંસૂચના બનાવવી !
મનના વિચારો અને પ્રતિક્રિયા બન્નેમાંનો ભેદ ઘણા સાધકોના ધ્યાનમાં આવતો નથી. તેને કારણે સ્વયંસૂચના બનાવવા માટે તે યોગ્ય સ્વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી.