નજર લાગવાની સૂક્ષ્મ-સ્તર પરની પ્રક્રિયા અને નજર લાગી છે, એ ઓળખવાના લક્ષણો
એકાદ વ્યક્તિના રજ-તમયુક્ત ઇચ્છાનું બીજી વ્યક્તિ પર થનારું દુષ્પરિણામ એટલે જ નજર લાગવી.
એકાદ વ્યક્તિના રજ-તમયુક્ત ઇચ્છાનું બીજી વ્યક્તિ પર થનારું દુષ્પરિણામ એટલે જ નજર લાગવી.
પ્રવાસ દરમિયાન કોઈને ત્રાસ થતો હોય તો મીઠું-રાઈ ઉપલબ્ધ થઈ શકે નહીં. ત્યારે આ પદ્ધતિથી નજર ઉતારી શકાય. તેમજ આપત્કાળમાં સર્વ વસ્તુઓની અછત હોય ત્યારે નજર ઉતારવાની આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાશે.’
પાણી સર્વસમાવેશક એવા સ્તર પર કાર્ય કરતું હોવાથી તે કોઈપણ પ્રકારના રજ-તમાત્મકરૂપી પાપજન્ય લહેરોને પોતાનામાં સમાવી લઈને દેહને શુદ્ધ કરે છે; એટલા માટે સદર પ્રક્રિયા પછી હાથ-પગ ધોવાને પુષ્કળ મહત્વ આપવામાં આવ્યું છે.
નજર ઉતાર્યા પછી નજર ઉતારનારો અને જેની નજર ઉતારી છે તે, તેમણે કોઈની સાથે પણ બોલ્યા વિના મનમાં ૧૫-૨૦ મિનિટ નામજપ કરતાં કરતાં આગળનું કર્મ કરવું.
કળિયુગ તમોગુણી સંસ્કારોથી વ્યાપેલું છે. મોટાભાગની વ્યક્તિઓ સાધના તેમજ આધ્યાત્મિક ઉપાય કર્યા સિવાય જીવન વ્યતીત કરે છે.
સાધક પ્રતિદિન માનસ નજર ઉતારી શકે છે. નામજપ ઇત્યાદિ ઉપાય કરવા પહેલાં સાધકોએ માનસ નજર ઉતારવાથી ત્રાસદાયક શક્તિનું આવરણ ઓછા સમયમાં ઘટવાથી નામજપ કરતી વેળાએ એકાગ્રતા વૃદ્ધિંગત થવામાં સહાયતા થાય છે.’
કોરા મીઠાંનો ગુણધર્મ વાયુની સહાયતાથી રજ-તમ ગુણને ઘનીભૂત કરવાનો છે. પાણીમાં ઓગળેલું મીઠું સંપર્કજન્યતાના સ્તર પર વધારે ઉપયુક્ત છે.
નજર ઉતારવાની ફળનિષ્પત્તિ વધારવા માટે નજર ઉતારનારી વ્યક્તિનો આધ્યાત્મિક સ્તર સારો હોવો આવશ્યક છે. બધાનો જ આધ્યાત્મિક સ્તર સારો હોય, એવું નથી. સ્તર ભલે ઓછો હોય, છતાં પણ ભાવ અને તાલાવેલી હોવા અત્યંત આવશ્યક છે.