સનાતન સંસ્થાના રજત મહોત્સવ નિમિત્તે આયોજિત ધર્મશ્રી પ.પૂ. સ્વામી ગોવિંદદેવ ગિરિજી મહારાજનો અમૃતમહોત્સવી સન્માન સમારંભ
ભગવાનને મહત્વ આપવાથી ધર્મ જીવંત રહેશે અને ધર્મ જીવંત રહે તો દેશ પણ જાગૃત રહેશે, તેથી ગોવા સરકાર ભગવાન, દેશ અને ધર્મ રક્ષણના કાર્ય માટે કટિબદ્ધ છે. સનાતન સંસ્થાએ દરેક કઠિણ પ્રસંગોનો સામનો કરીને સમગ્ર દેશમાં મહાન કાર્ય કર્યું છે.