વાળ સાથે સંબંધિત સંસ્‍કાર અને કેટલીક કૃતિઓ (ભાગ ૨)

હિંદુ ધર્મમાં સ્‍ત્રીને આદિશક્તિની અપ્રગટ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેને કારણે હિંદુ ધર્મમાં સ્‍ત્રીને સન્‍માનનીય સ્‍થાન આપવામાં આવે છે. સ્‍ત્રીઓના વાળ લાંબા હોવા, એ શાલીનતાનું દ્યોતક હોવાથી સ્‍ત્રીઓએ વાળ કાપવા, એ હિંદુ ધર્મના વિરોધમાં છે.

વાળ ધોવા

વાળ એ મૂળથી જ રજ-તમ પ્રધાન હોવાથી, એટલે જ કે વાયુમંડળમાં રહેલી રજ-તમયુક્ત લહેરોને પોતાની ભણી ખેંચી લેવામાં અગ્રેસર હોય છે. પૂનમ અને અમાસના દિવસે જાણીજોઈને વાળ ધોઈને તેમની રજ-તમયુક્ત લહેરો ખેંચી લેવાની સંવેદનશીલતામાં હજી વધારો કરવો નહીં.

વાળ સાથે સંબંધિત સંસ્‍કાર અને કેટલીક કૃતિઓ (ભાગ ૧)

જે જીવનો અંત્‍યસંસ્‍કાર અથવા શ્રાદ્ધ કરવામાં આવે છે, તે જીવના લિંગદેહ પર પાપનો પ્રભાવ હોય છે. શ્રાદ્ધ સમયે લિંગદેહ પરના પાપનો પ્રભાવ શ્રાદ્ધના ઠેકાણે ફેલાય છે. તેથી શ્રાદ્ધના ઠેકાણેનું વાતાવરણ ઉદાસ અને વેરાન જણાય છે. વ્‍યક્તિના વાળ રજ-તમપ્રધાન હોવાથી તે કાળી શક્તિ અને પાપની લહેરો આકર્ષિત કરવામાં સૌથી અગ્રેસર હોય છે.

આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ ચૈતન્‍યમય રહેલા ગોમૂત્રથી વાળ ધોવા

વાળ ખરવા, ખોડો, વાળમાં ગૂંચ થવા જેવી વાળની વિવિધ સમસ્‍યાઓ પર એક પ્રભાવી ઉપાય એટલે વાળ ધોવા માટે ગોમૂત્રનો ઉપયોગ કરવો.

હાથની આંગરીઓમાં વીંટી પહેરવાનું મહત્ત્વ

પુરુષત્‍વરૂપી ક્રિયાધારકતા સ્‍વયં-ક્રિયાનું પ્રતીક હોવાથી પુરુષ જમણી નાડીનું પ્રતિનિધિત્‍વ કરનારી જમણા હાથની અનામિકામાં વીંટી પહેરે છે, જ્‍યારે સ્‍ત્રીઓ કર્મપ્રધાન સ્‍વરૂપનું પ્રતીક હોવાથી ડાબી નાડીનું પ્રતિનિધિત્‍વ કરનારી ડાબા હાથની અનામિકામાં વીંટી પહેરે છે.

અલંકારોનો ઉપયોગ કરવા પાછળનો ઉદ્દેશ અને મહત્ત્વ

તહેવાર, યજ્ઞ, જનોઈ, વિવાહ, વાસ્‍તુશાંતિ જેવી ધાર્મિક વિધિના સમયે દેવતા અને આસુરી શક્તિ વચ્‍ચે સૂક્ષ્મ-યુદ્ધ ક્રમવાર બ્રહ્માંડ, વાયુમંડળ અને વાસ્‍તુમાં ચાલતું હોય છે. તેથી તહેવાર ઊજવનારી અને ધાર્મિક વિધિને સ્‍થાને ઉપસ્‍થિત રહેનારી વ્‍યક્તિ પર આ સૂક્ષ્મ-યુદ્ધનું પરિણામ થઈને તેમને અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ થઈ શકે.

કંકુ અથવા ગંધ (ચંદન) લગાડવાની કેટલીક પદ્ધતિઓ અને તેમનું આધ્‍યાત્‍મિક મહત્ત્વ

ધાર્મિક કાર્ય સમયે હળદર અથવા કંકુનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો. વ્‍યક્તિગત સ્‍તર પર દેવતાની ઉપાસના કરતી વેળાએ અષ્‍ટગંધ, ચંદન, ગોપીચંદન, રક્તચંદન ઇત્‍યાદિનો ઉપયોગ કરવો. અંત્‍યેષ્‍ટી અથવા શ્રાદ્ધાદિ કર્મો કરતી વેળાએ ભસ્‍મનો ઉપયોગ કરવો.

કપડાં સીવવાની પદ્ધતિ

હવે કળિયુગમાં સર્વ બાબતો યાંત્રિક પદ્ધતિથી અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિકોણ રાખીને ચાલુ હોવાથી માનવીને મહાભયંકર એવી અનિષ્‍ટ શક્તિઓના રજ-તમાત્‍મક પ્રકોપને બલિ ચડવું પડે છે. આ સર્વ સુધારીને પાછા પૂર્વવત્ સાત્ત્વિક આચાર સમાજમાં અંકિત કરવા, ઘણું અઘરું કામ છે; તેથી કળિયુગમાં આ બધામાંથી તરી જવા માટે નામસાધના વિશદ કરી છે.

સાત્ત્વિક કપડાંનું મહત્ત્વ

‘કેટલાક સંપ્રદાયોમાં વિશિષ્‍ટ પહેરવેશ (ઉદા. ભગવાં વસ્‍ત્રો, ગળામાં માળા, જટા) શા માટે કહે છે ?’, એવો પ્રશ્‍ન કેટલાક લોકોને ઉપસ્‍થિત થઈ શકે છે. તેનો ઉત્તર એમ કે, ‘સંપ્રદાયમાંની વ્‍યક્તિ ‘સાધક’ પંથની છે’ તેનું તેને નિરંતર ભાન રહે, એટલો જ તે પહેરવેશનો હેતુ હોય છે.

પ્રકૃતિ અનુસાર કપડાંનો રંગ

એકસરખા આધ્‍યાત્‍મિક રંગના વસ્‍ત્રો વધારે પ્રમાણમાં પારદર્શકતાના દર્શક હોવાથી તે આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ વધુ સત્ત્વગુણી માનવામાં આવ્‍યા છે.