શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કેવી રીતે કરશો ?

શિવજીની પિંડી પર ફક્ત ઠંડું પાણી નખાય છે અને બીલીપત્ર ચડાવાય છે. પિંડીને દૂધ અને પંચામૃતથી સ્નાન કરાવાય નહીં, તેમજ હળદર, કંકુ અને સફેદ ચોખા (અક્ષત) પણ ચડાવાય નહીં. દૂધ અને ઘી આ સ્થિતિનું પ્રતીક છે, જ્યારે હળદર જમીનમાં તૈયાર થાય છે, એટલે કે તે ઉત્પત્તિનું પ્રતીક છે. કંકુ હળદરમાંથી બનાવાય છે.

ચાતુર્માસ

અષાઢ સુદ પક્ષ અગિયારસથી કારતક સુદ પક્ષ અગિયારસ સુધીના ચાર મહિનાના સમયગાળાને ચાતુર્માસ કહે છે.

મહામાસનું મહાત્મ્ય

મહા સુદ પક્ષ સાતમના દિવસે રંગોળી અથવા ચંદનથી પીઠા પર સાત ઘોડાના સૂર્યનારાયણનો રથ, અરુણ સારથી અને રથમાં સૂર્યનારાયણ દોરે છે. ત્યાર પછી સૂર્યનારાયણની પૂજા કરે છે