શ્રી ગણેશ ચતુર્થી
ભાદરવા સુદ પ ચોથ તે ભાદરવા સુદ ચૌદસ સુધી (૧૩ થી ૨૩ સપ્ટેમ્બર સુધી) ગણેશ ઉત્સવ છે. આ કાળમાં પૂજા, આરતી, ભજન ઇત્યાદિ ઉપાસના પ્રકારો સાથે શ્રી ગણેશનો નામજપ કરવો.
ભાદરવા સુદ પ ચોથ તે ભાદરવા સુદ ચૌદસ સુધી (૧૩ થી ૨૩ સપ્ટેમ્બર સુધી) ગણેશ ઉત્સવ છે. આ કાળમાં પૂજા, આરતી, ભજન ઇત્યાદિ ઉપાસના પ્રકારો સાથે શ્રી ગણેશનો નામજપ કરવો.
અનંત ચતુર્દશી આ એક કામ્ય (ઇચ્છાપૂર્તિ માટેનું) વ્રત છે. મુખ્યત્વે ગત વૈભવ પાછું મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે. અનંત એટલે શ્રીવિષ્ણુ.
આસો, કારતક, ચૈત્ર અને ભાદરવાની પૂર્ણિમાનું કાંઈક વિશેષ મહત્ત્વ છે. આ કાળને શક્તિની ઉપાસના કરવા માટે પુણ્યકાળ માનવામાં આવે છે.
કારતક વદ ચતુર્થીને દિવસે કરકચતુર્થી અર્થાત્ કરવાચોથ ઊજવાય છે. આ વ્રતમાં શિવ-શિવા (પાર્વતી), કાર્તિકસ્વામી અને ચંદ્રમાનું પૂજન કરીને, કરવા (નૈવેદ્ય તરીકે બનાવેલું અન્ન) ધરાવે છે.
હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર ગંગાજીની નિંદા કરવી તેમજ નિંદા થતી વેળાએ નિષ્ક્રિય રહીને તે નિંદાને એક રીતે મૂક સહમતિ આપવી પણ એક પાપ જ છે. તેથી ગંગાજીની નિંદા કરનારાઓને તેમ કરવાથી પરાવૃત્ત કરવા અને જો પરાવૃત્ત ન થાય, તો તેમને વૈધાનિક માર્ગથી રોકવા, પ્રત્યેક હિંદુનું કર્તવ્ય છે.
ભક્તિભાવ, પ્રેમ, આદર, લીનતા આદિ જેવા દૈવીગુણોની અભિવ્યક્તિ કરનારી અને ઈશ્વરી શક્તિ પ્રદાન કરનારી એક સ્વાભાવિક તેમજ સરળ ધાર્મિક કૃતિ એટલે નમસ્કાર.
શારીરિક અને માનસિક આરોગ્ય જાળવવા માટે જેટલી અન્નની આવશ્યકતા છે એટલી જ નિદ્રાની પણ આવશ્યકતા હોય છે. સમગ્ર દિવસ કામ કરવાથી શરીર અને ઇંદ્રિયોનો ઘસારો થાય છે. આ ઘસારો ભરી કાઢવા માટે શરીરને વિશ્રાંતિની આવશ્યકતા હોય છે. વિશ્રાંતિની આ નૈસર્ગિક સ્થિતિ એટલે જ નિદ્રા છે.
ત્રેતાયુગનો જે દિવસે આરંભ થયો, તે દિવસ વેશાખ સુદ પક્ષ ત્રીજ એટલે કે અખાત્રીજ છે. જે દિવસે એક યુગનો અંત થઈને બીજા યુગનો આરંભ થાય છે, તે દિવસનું હિંદુ ધર્મશાસ્ત્રમાં અનન્ય સાધારણ મહત્ત્વ હોય છે.
શ્રાવણ વદ પક્ષ આઠમ એટલે કે ૩ સપ્ટેમ્બરના દિવસે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી છે. આ નિમિત્તે શ્રીકૃષ્ણ ભગવાનની કેટલીક વિશિષ્ટતાઓ અને તેમની ઉપાસનાના સંદર્ભમાં ઉપયુક્ત એવા અધ્યાત્મશાસ્ત્રીય માહિતીનો આ લેખમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજમંડળમાં ગાયો ચરાવતી વેળાએ પોતાનું અને ગોઠિયાઓનું ભાથું ભેગું કરીને બધી વાનગીઓ ભેળવીને કાલો કર્યો અને સહુકોઈની સાથે ગ્રહણ કર્યો. આ કથાને અનુસરીને ગોકુળઆઠમના બીજા દિવસે કાલો કરવાની અને દહીં-મટુકી ફોડવાની પ્રથા પડી.