વાળ સાથે સંબંધિત સંસ્કાર અને કેટલીક કૃતિઓ (ભાગ ૧)
જે જીવનો અંત્યસંસ્કાર અથવા શ્રાદ્ધ કરવામાં આવે છે, તે જીવના લિંગદેહ પર પાપનો પ્રભાવ હોય છે. શ્રાદ્ધ સમયે લિંગદેહ પરના પાપનો પ્રભાવ શ્રાદ્ધના ઠેકાણે ફેલાય છે. તેથી શ્રાદ્ધના ઠેકાણેનું વાતાવરણ ઉદાસ અને વેરાન જણાય છે. વ્યક્તિના વાળ રજ-તમપ્રધાન હોવાથી તે કાળી શક્તિ અને પાપની લહેરો આકર્ષિત કરવામાં સૌથી અગ્રેસર હોય છે.