સૂતી વેળાએ શરીરની સ્થિતિ કેવી હોવી જોઈએ ?
ઊંઘનો ઉદ્દેશ શરીરને વિશ્રાંતિ મળે, એ હોય છે. આ દૃષ્ટિએ ‘જે સ્થિતિમાં શરીરને વધારેમાં વધારે આરામ મળે, તે ઊંઘની સ્થિતિ સારી’, આ સામાન્ય નિયમ છે.
ઊંઘનો ઉદ્દેશ શરીરને વિશ્રાંતિ મળે, એ હોય છે. આ દૃષ્ટિએ ‘જે સ્થિતિમાં શરીરને વધારેમાં વધારે આરામ મળે, તે ઊંઘની સ્થિતિ સારી’, આ સામાન્ય નિયમ છે.
‘દક્ષિણ ભારતીઓને ‘મુંડૂ (લુંગી જેવું વસ્ત્ર)’ આ તેમના પારંપારિક પહેરવેશનું વિશેષ અભિમાન છે. ખરું જોતાં ઋષિ-મુનિઓના કાળથી ચાલી આવેલો હિંદુઓનો પહેરવેશ ‘ધોતિયું’ હિંદુઓની પ્રાચીન પરંપરા અને તે હિંદુ સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ જ છે.
જમ્યા પછી શું કરવું અને કયા પ્રકારના આહાર પછી શું પીવું ? શું કરવું ? તેના પણ કેટલાક નિયમો છે. તે નિયમો તોડવાને ‘પરિહાર વિરુદ્ધ આહાર’ કહેવામાં આવે છે.
ભોજન પહેલાં કોઈપણ દ્રવપદાર્થ વધારે પ્રમાણમાં પીવો નહીં. તેને કારણે ભૂખ ઓછી થાય છે. જમ્યા પછી પણ મોટા પ્રમાણમાં દ્રવ પદાર્થોનું સેવન ન કરવું. તેમ કરવાથી અન્નનું પાચન સરખું થતું નથી; તેથી જમતી વેળાએ જ આહારમાં દ્રવપદાર્થોનો સમાવેશ કરવો.
વ્યક્તિના સ્થૂળ એટલે પ્રત્યક્ષ દેખાનારા અવયવ નાક, કાન, આંખો, જીભ અને ત્વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિના પેલે પાર એટલે ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરેલી કેટલીક વ્યક્તિઓને આ ‘સૂક્ષ્મ’ સંવેદનાઓ સમજાય છે.
કેટલીકવાર નિદ્રા (ઊંઘ) ન આવવાનાં સીધાં કારણો દેખાતા નથી. તેમજ કેટલીકવાર નિદ્રામાં બડબડવું, પથારીમાંથી ભાગી જવાનો પ્રયત્ન કરવો, એવા પ્રકારો પણ બને છે. તેની પાછળ અનિષ્ટ શક્તિનો ત્રાસ, એ પણ કારણ હોય છે. રાત્રિના સમયે અનિષ્ટ શક્તિઓની પ્રબળતા વધતી હોવાથી વ્યક્તિ નિદ્રાધીન હોય ત્યારે તેના પર અનિષ્ટ શક્તિ સહેજે આક્રમણ કરી શકે છે.
પચવામાં ભારે રહેલા પદાર્થો અડધું પેટ ખાલી રહે, તેટલા પ્રમાણમાં ખાવા. પચવામાં હલકા રહેલા પદાર્થો મન ભરીને ખાવા; પણ વધારે પડતી તૃપ્તિ થાય, ત્યાં સુધી ન ખાવા. (જમતી વેળાએ પેટના બે ભાગ અન્ન સેવન કરવું. ત્રીજો ભાગ પાણી માટે અને ચોથો ભાગ વાયુ માટે ખાલી રાખવો.
આપણું મુખ યુવાન રાખવું હોય, તો પૂર્ણ આયખું નિયમિત ‘મૉઈશ્ચરાયઝર’ વાપરવું સારું હોય છે. કોરી ત્વચા પર કરચલીઓ વહેલી પડે છે, તેમજ વય વધતાં ત્વચા પણ નાજુક બને છે. તેથી પ્રત્યેકને ‘ફેશિયલ’ (મુખ પર સૌદર્યવર્ધન માટે કરવામાં આવતા ઉપચાર) ફાવશે જ, એમ નથી.
હિંદુ ધર્મમાં સ્ત્રીને આદિશક્તિની અપ્રગટ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેને કારણે હિંદુ ધર્મમાં સ્ત્રીને સન્માનનીય સ્થાન આપવામાં આવે છે. સ્ત્રીઓના વાળ લાંબા હોવા, એ શાલીનતાનું દ્યોતક હોવાથી સ્ત્રીઓએ વાળ કાપવા, એ હિંદુ ધર્મના વિરોધમાં છે.
વાળ એ મૂળથી જ રજ-તમ પ્રધાન હોવાથી, એટલે જ કે વાયુમંડળમાં રહેલી રજ-તમયુક્ત લહેરોને પોતાની ભણી ખેંચી લેવામાં અગ્રેસર હોય છે. પૂનમ અને અમાસના દિવસે જાણીજોઈને વાળ ધોઈને તેમની રજ-તમયુક્ત લહેરો ખેંચી લેવાની સંવેદનશીલતામાં હજી વધારો કરવો નહીં.