વાળ ઓળવા અને દાંતિયો અથવા ફણીનો ઉપયોગ
‘પૂર્વે સ્ત્રીઓ સ્નાન કરવા પહેલાં પોતાના શૃંગારપેટી (કંકુ, મીણ, કાંસકો રાખવાની અરીસો રહેલી લાકડાની પેટી) સામે બેસીને જમણો ગોઠણ પેટ પાસે લઈને થોડું આગળ નમીને પછી જ ફણીથી માથું વ્યવસ્થિત ઓળતી હતી. આગળ નમીને ફણી ફેરવવાથી દેહમાં રહેલા પંચપ્રાણ પણ સતત જાગૃત અવસ્થામાં રહેતા હતા.