આપત્‍કાળમાં મહાશિવરાત્રિ કેવી રીતે ઊજવવી ?

કળિયુગમાં નામસ્‍મરણ સાધના કહી છે. મહાશિવરાત્રિના દિવસે ૧ સહસ્ર ગણા કાર્યરત રહેલા શિવતત્વનો આધ્‍યાત્‍મિક સ્‍તર પર લાભ લેવા માટે ‘ૐ નમઃ શિવાય ।’ આ નામજપ વધારેમાં વધારે કરવો.

મહાશિવરાત્રિ

ભગવાન શિવ રાત્રિના પ્રહરમાં વિશ્રામ કરે છે. તે પ્રહરને, અર્થાત્ શિવજીના વિશ્રામકાળને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે.શિવજી વૈરાગ્યના દેવતા છે.