શ્રદ્ધા અને ભક્તિનું ઉત્કટ દર્શન કરાવનારી જગન્નાથ રથયાત્રા
કર્માબાઈ નામના જગન્નાથનાં મોટાં ભક્તાણી થઈ ગયાં. તેઓ ગરીબ હોવાથી ખીચડી બનાવતાં. ભગવાન જગન્નાથ પ્રતિદિન સવારે કર્માબાઈનાં ઘરે ખીચડી ખાવા માટે જતા હતા. જે દિવસે કર્માબાઈએ દેહત્યાગ કર્યો, તે દિવસે જગન્નાથની આંખોમાં આંસુ આવ્યા.