વિશ્વનું બીજું સૌથી મોટું શક્તિપીઠ : રજરપ્પા (ઝારખંડ) ખાતેનાં શ્રી છિન્નમસ્તિકાદેવી
સહસ્રો વર્ષો પહેલાં રાક્ષસ અને દાનવોને કારણે માનવ અને દેવ ભયભીત થયા હતા. તે સમયે માનવોએ દેવીને આર્તતાથી પોકારી. પાર્વતી માતા શ્રી છિન્નમસ્તિકા દેવીનાં રૂપમાં પ્રગટ થયાં અને તેમણે ખડ્ગથી અસુરોનો સંહાર કર્યો. અન્ન-પાણી લેવાનું ભૂલી જઈને તે કેવળ દુષ્ટોનો સંહાર કરતાં રહ્યાં.