કુતુબમિનાર નહીં, જ્‍યારે આ તો મેરુસ્‍તંભ, એટલે જ આચાર્ય વરાહમિહીરની અદ્‌ભુત વેધશાળા !

આચાર્ય વરાહમિહીર અનેક વેધયંત્રો અને વેધશાળાઓના નિર્માતા હતા. અહીં એક વાત પુરવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે, દેહલીના મિહરૌલીમાં આવેલો મેરુસ્‍તંભ એટલે વરાહમિહીરની અદ્‌ભુત વેધશાળા હતી.

કવળે, ગોવા સ્‍થિત નયનમનોહારી અને જાગૃત શ્રી શાંતાદુર્ગાદેવસ્‍થાન !

સર્વ દુઃખ, પીડા અને સંકટોનું હરણ કરનારાં તેમજ શત્રુનો વિનાશ કરનારાં આ મહાદેવી પૂજકની સર્વ ઇચ્‍છાઓ પૂર્ણ કરનારાં છે. તેથી જ તેમની પૂજા કરનારો અને તેમનો ઉપાસક તેમને પ્રાર્થના કરે છે, ‘હે દેવી મને સદ્‌બુદ્ધિ આપો.

ચોટીલા (ગુજરાત) સ્‍થિત આદિશક્તિનું રૂપ રહેલા એવા શ્રી ચંડી-ચામુંડા દેવીના શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે લીધેલા દર્શનનો વૃતાંત !

પાંચ સહસ્ર વર્ષો અગાઉ પાંડવો શ્રીકૃષ્‍ણને મળવા માટે દ્વારકા જતા હતા. તે સમયે તેમણે આ સ્‍થાન શોધીને અહીં દેવીની આરાધના કરી હતી.

કર્ણાટક રાજ્‍યના શૃંગેરી (જિલ્‍લો ચિક્કમગળુરૂ) અને કોલ્‍લુરૂ (જિલ્‍લો ઉડુપી) ખાતેનાં મંદિરો

કર્ણાટક રાજ્‍યના ઉડુપી જિલ્‍લામાં ‘સૌપર્ણિકા’ નદીના કાંઠે ‘કોલ્‍લુરૂ’ નામનું ગામ છે. આ ગામની પાછળ ‘કોડચાદ્રી’ નામનો પર્વત છે. સત્‍યયુગમાં દેવીએ કોડચાદ્રી પર્વત પર મૂકાસુરનો વધ કર્યા પછી દેવીનું ‘મૂકાંબિકા’ એવું નામ પડ્યું. આ પર્વત પર આદ્ય શંકરાચાર્યને મૂકાંબિકાદેવીએ દર્શન આપ્‍યા હતા.

યોગમાયાથી શ્રીવિષ્‍ણુ દ્વારા નરકાસુરનો વધ કરાવી લેનારાં શ્રી કામાખ્‍યાદેવી અને સર્વોચ્‍ચ તંત્રપીઠ રહેલું કામાખ્‍યા મંદિર !

મંદિરની ભીંત પર ‘તંત્ર ગણપતિ’ નામક ગણપતિ છે. કામાખ્‍યાદેવીના દર્શને જતી વેળા ભક્તો જળકુંડ નજીક રહેલા ગણપતિના દર્શન લે છે અને દેવીના દર્શન થયા પછી આ તંત્ર ગણપતિના દર્શન લે છે.

સતીનું બ્રહ્મરંધ્ર જે ઠેકાણે પડ્યું, તે પાકિસ્‍તાનસ્‍થિત શક્તિપીઠ શ્રી હિંગળાજમાતા !

શ્રી હિંગળાજમાતા મંદિર એક નૈસર્ગિક ગુફામાં છે. મંદિરમાં માટીની એક વેદી છે. આ મંદિરમાં દેવીની મૂર્તિ હોવાને બદલે સ્‍વયંભુ શિલા છે. આ શિલા સિંદૂરથી મઢાવેલી છે. તેને સંસ્‍કૃતમાં ‘હિંગુલા’ કહે છે.

તામિલનાડુના મુખ્‍ય ગણપતિ મંદિરોમાંથી પહેલું સ્‍વયંભૂ શ્રી ગજાનન મંદિર !

‘પિળ્‍ળૈયારપટ્ટી (‘પિળ્‍ળૈયાર’ એટલે તામિલ ભાષામાં  શ્રી ગજાનન) એ અહીંનું સ્‍વયંભૂ ગજાનનનું મંદિર  છે જે તામિલનાડુમાંના ગજાનનના મુખ્‍ય ત્રણ મંદિરોમાંથી પહેલું મંદિર છે. આ મંદિર એક સહસ્ર વર્ષો અગાઉ પલ્‍લવ રાજાઓના સમયગાળામાં બાંધવામાં આવ્‍યું છે.

શ્રીલંકાના જાફના શહેર નજીકના નૈનાતીવુ બેટ સ્થિત અને ૫૧ શક્તિપીઠોમાંનું એક નાગપુષાણી દેવીનું મંદિર !

આ મંદિરના નિર્માણ પાછળ પણ ઇતિહાસ છે. મહાભારતકાળથી નાગ અને ગરુડમાં વેર છે. પ્રાચીન કાળમાં નૈનાતીવુનાં દેવીને પાસેના ‘પુળીયંતીવુ’ દ્વીપ પર રહેનારો નાગ પ્રતિદિન એક ફૂલ મોઢામાં ધરીને અર્પણ કરતો હતો. એક દિવસ ગરુડ તે સ્‍થાન પર આવે છે.

સિક્કિમમાં આવેલા ‘ગણેશ ટોક’ નામના જાગૃત મંદિરના શ્રી ચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે દર્શન કર્યા !

વર્ષ ૧૯૫૨માં ભારત સરકારના એક ઉચ્‍ચ પદ ધરાવતા અધિકારી શ્રી અપ્‍પાજી પંત જે મૂળના મહારાષ્‍ટ્રના હતા, તેમની સિક્કિમ રાજ્‍યમાં નિમણૂક થઈ હતી. શ્રી અપ્‍પાજી પંત એ ધાર્મિક પ્રવૃત્તિના અને ઈશ્‍વરના ભક્ત હતા. વર્ષ ૧૯૫૩માં તેમને એક સ્‍વપ્નદ્રષ્‍ટાંત થયો હતો.

૨૦૦ વર્ષોનો ઇતિહાસ ધરાવતા અને નગર શહેરનું શ્રદ્ધાસ્‍થાન શ્રી વિશાલ ગણપતિ !

સ્‍વરબ્રહ્મનો આવિષ્‍કાર એટલે ઓમકાર. શ્રી ગણેશને પણ ઓમકાર સ્‍વરૂપ શ્રી ગણેશા એમ કહ્યું છે. શ્રી ગણેશ વરદસ્‍તોત્રમાના અનેક શ્‍લોકો પરથી ગણેશજીનો સંગીત સાથેનો સંબંધ સ્‍પષ્‍ટ થાય છે.