શ્રી ગણેશજીનાં વિશેષ સ્‍થાનો અને તેમનું માહાત્‍મ્‍ય !

ગૌતમ ઋષિએ ઇંદ્રને શાપમુક્ત કર્યા (ઇંદ્રએ ગૌતમ પત્ની અહિલ્‍યાને ભ્રષ્‍ટ કર્યા હતાં); તેથી ગતજન્‍મના શાપ તપશ્‍ચર્યાથી નષ્‍ટ થાય છે.

પ્રભુ શ્રીરામચંદ્રજીના અસ્‍તિત્‍વથી પાવન થયેલા રામટેક (જિલ્‍લો નાગપુર) ખાતેની પ્રાચીન અષ્‍ટદશભુજ શ્રી ગણેશમૂર્તિ !

રામટેક ગઢની તળેટીમાં સ્‍થિત આ મંદિરમાં અઢારભુજા ધરાવતી સાડાચાર થી પાંચ ફૂટ ઊંચી, આરસપહાણની વિશિષ્‍ટતાપૂર્ણ અતિપ્રાચીન એવી આ ગણેશમૂર્તિ છે. તેમને અષ્‍ટદશભુજ સંબોધવામાં આવે છે.

આવ્‍હાણે બુદ્રૂક (જિલ્‍લો નગર) ખાતેની નિદ્રાવસ્‍થામાંની દક્ષિણોત્તર શ્રી ગણેશમૂર્તિ !

શ્રી ગણેશમૂર્તિ નિદ્રાવસ્‍થામાં બિરાજમાન છે અને તે દક્ષિણોત્તર છે. મહારાષ્‍ટ્રમાં આવી દુર્લભ મૂર્તિ અન્‍યત્ર ક્યાંય પણ નથી. અષ્‍ટવિનાયકમાંથી એક સ્‍થાન રહેલા મોરગાંવના ગણેશના અંશાત્‍મક સ્‍થાન તરીકે આ ગણેશને ઓળખવામાં આવે છે.

કર્ણાટક રાજ્‍યમાં આવેલાં મંદિરોનો ઇતિહાસ

જનમેજય રાજાએ ચાલુ કરેલા સર્પયજ્ઞથી રક્ષણ થાય તે માટે વાસુકી કુક્કે ખાતે આવ્‍યો અને એક બખોલમાં જઈને બેઠો. વાસુકીને પકડવા માટે ગરુડ આવ્‍યા પછી વાસુકીએ બખોલમાં રહીને કાર્તિકેયની આરાધના કરી. કાર્તિકેયએ વાસુકીને અભય આપવાથી ગરુડથી કશું કરી શકાયું નહીં.

તામિલનાડુ ખાતે શિવજીનું પ્રત્‍યક્ષ હૃદયસ્‍થાન રહેલા ચિદંબરમ્ ક્ષેત્રમાંનું પ્રસિદ્ધ નટરાજ મંદિર !

તાંડવનૃત્‍ય જોઈને દેહભાન ગુમાવી બેઠેલા મહર્ષિઓએ શિવને પ્રાર્થના કરી, હે ભગવાન, આપના આ નૃત્‍યના અસ્‍તિત્‍વના ચિહ્‌ન તરીકે અમને કાંઈક સગુણ રૂપમાં પ્રદાન કરો !

મહારાષ્ટ્રમાં પ્રસિદ્ધ એવી કેટલીક દેવીઓની માહિતી અને તેમનો ઇતિહાસ

નવરાત્રિમાં મુંબઈ શહેરમાં જો કોઈ દેવીના દર્શનાર્થે સર્વાધિક લોકો જતા હોય, તો તે છે મહાલક્ષ્મીનું મંદિર. મુંબઈમાં મુંબાદેવી, ગાંવદેવી, પ્રભાદેવી, કાળબાદેવી ઇત્‍યાદિ પ્રાચીન પ્રસિદ્ધ દેવીઓનાં મંદિરો છે.

શ્રીલંકા ખાતે સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપી, તે સ્‍થાન પર થયેલી અવિસ્‍મરણીય યાત્રા !

‘શ્રીલંકામાં શ્રીરામ, સીતા અને લક્ષ્મણ સાથે સંબંધિત અનેક સ્‍થાનો છે. વાલ્‍મીકિ રામાયણમાં મહર્ષિ વાલ્‍મીકિએ જે લખ્‍યું, તે અનુસાર બન્‍યું હોવાના અનેક પુરાવા શ્રીલંકામાં જોવા મળે છે. ‘સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપેલું સ્‍થાન’ આ એવું જ એક સ્‍થાન છે. આ સ્‍થાન જે ગામમાં છે, તે ગામનું નામ છે ‘દિવિરુંપોલા’.

ત્ર્યંબકેશ્‍વર જ્યોતિર્લિંગ

‘દક્ષિણ કાશી’ તરીકે પ્રખ્‍યાત એવું નાસિક પાસે આવેલું ‘ત્ર્યંબકેશ્‍વર’ એ જ્‍યોતિર્લિંગ છે. આ જ્‍યોતિર્લિંગ પર ૩ ટેકરાઓ છે અને તે બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશનાં પ્રતીક છે.

અરેયૂરુ (કર્ણાટક) સ્‍થિત શ્રી વૈદ્યનાથેશ્‍વર શિવજીના દર્શન કર્યા પછી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને થયેલી અનુભૂતિઓ !

સહસ્રો વર્ષો પહેલાં હિમાલયમાંથી આવેલા દધીચિઋષિએ આ સ્‍થાન પર એક આશ્રમ બાંધ્‍યો હતો. તે આશ્રમમાં તેમણે એક જ્‍યોતિર્લિંગની સ્‍થાપના કરી હતી. આ આશ્રમમાં દધીચિઋષિ અન્‍ય ઋષિઓની સાથે દૈવી વનસ્‍પતિઓમાંથી ઔષધિઓ સિદ્ધ (તૈયાર) કરતા હતા.

સિંધુદુર્ગ જિલ્‍લાના પાનવળ, બાંદા સ્‍થિત ગૌતમારણ્‍ય આશ્રમનું મહત્ત્વ

પ.પૂ. નાંદોડકર મહારાજને કોઈ કારણોસર એક ગાય અને વાછરડું અર્પણ કરવા હતા. તેમણે જાણ્‍યું કે, ‘પ.પૂ. ભગવાનદાસ મહારાજ આ એક મોટા તપસ્‍વી સંત બાંદા ખાતે છે.’  ત્‍યારે પ.પૂ. નાંદોડકર મહારાજે પ.પૂ. ભગવાનદાસ મહારાજના આશ્રમમાં જ ગાય અર્પણ કરવાનું નક્કી કર્યું.