કાંચીપુરમ (તામિલનાડુ) ખાતેના દેવદર્શનનો વૃત્તાંત !
આપણા ધર્મગ્રંથોમાં ‘કાશી’ અને ‘કાંચી’, એ શિવના બે નેત્રો છે,’ એમ કહેવાય છે. પૃથ્વી પરની મોક્ષ પ્રદાન કરનારી સપ્તપુરી, એટલે કાશી, અયોધ્યા, મથુરા, દ્વારકા, કાંચી, ઉજ્જૈન અને હરિદ્વાર. એમાંથી ‘કાંચીપુરમ’ એક છે. કાંચીપુરમને ‘ભૂકૈલાસ’, એમ પણ કહેવાય છે.