મહાદેવજીની સામે નંદી ન હોવાનું ત્રૈલોક્યમાંનુ એકમાત્ર શ્રી કપાલેશ્વર મંદિર
કપાલેશ્વર શિવલિંગ એ અતિ પ્રાચીન છે. તેની શોધખોળ વર્ષ ૧૧૦૦ની આસપાસ થઈ. કેટલાક લોકોને રામકુંડ નજીક આવેલી એક ટેકરી પર એક ભોયરું દેખાયું. તે ભોયરામાં શિવલિંગ હોવાનું તેમણે જોયું. તે સમયે તેમણે ત્યાંના બ્રાહ્મણો સાથે ચર્ચા કરીને પછી અહીં કપાલેશ્વર મંદિર હોવાની ઘોષણા કરી.