મહર્ષિ અત્રિના સુપુત્ર અને શિવજીના અંશ-અવતાર એવા દુર્વાસઋષિની તપોભૂમિના ભાવપૂર્ણ દર્શન !
સનાતન હિંદુ ધર્મશાસ્ત્રોમાં ૮૮ સહસ્ત્ર ઋષિઓનો ઉલ્લેખ છે. ભારતમાં અનેક ઠેકાણે વિશેષતઃ જ્યાં પર્વતો આવેલા છે ત્યાં ઋષિઓએ તપસ્યા કરી હોવાનાં અનેક સ્થાન છે. દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં એવા અનેક ગામ છે કે, જે કેવળ ઋષિઓના નામથી જ ઓળખાય છે.