સર્વસંગવિરહિત શુદ્ધ અને ત્રિગુણાતીત અવસ્‍થા ધરાવતાં અનસૂયાની કૂખે અવતરેલા દત્ત ભગવાનના જન્‍મની અદ્‌ભુત કથા

દત્તાત્રેય ભગવાનના જન્‍મની કથા ઘણી અદ્‌ભુત છે. બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશ એકવાર અનસૂયા પાસે ઋષિઓના વેશમાં ભિક્ષા માગવા માટે ગયા; કારણકે ભગવાને માતા અનસૂયાને ‘હું તારી કૂખે જન્‍મ લઈશ’, એવું વરદાન આપ્‍યું હતું.

દેવ-શિલ્‍પકાર વિશ્‍વકર્માએ દોઢ લાખ વર્ષો પહેલાં નિર્માણ કરેલું ઔરંગાબાદ (બિહાર) ખાતેનું દેવ સૂર્ય મંદિર !

પ્રતિવર્ષે છઠ પર્વ પ્રસંગે ઝારખંડ, મધ્‍યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને અન્‍ય રાજ્‍યોમાંથી લાખોની સંખ્‍યામાં શ્રદ્ધાળુ ભક્તો છઠ પૂજા કરવા માટે અહીં આવે છે. જે ભક્ત મંદિરમાં ભગવાન સૂર્ય દેવની પૂજા કરે છે, તેની ઇચ્‍છા પૂર્ણ થાય છે, એવી હિંદુઓની શ્રદ્ધા છે.

સ્‍મૃતિકાર અને ગોત્રપ્રવર્તક પરાશર ઋષિની તપોભૂમિ અને ‘પરાશર તાલ’

‘પરાશર ઋષિ’ એ સ્‍મૃતિકાર અને ગોત્રપ્રવર્તક ઋષિ હતા. ‘શાક્તી’ ઋષિ એ તેમના પિતા હતા, જ્‍યારે વશિષ્‍ઠ ઋષિ તેમના દાદા હતા. પરાશર ઋષિના સુપુત્ર એટલે મહર્ષિ વ્‍યાસે વેદ, ઉપનિષદો, પુરાણો અને મહાભારત ઇત્‍યાદિ લખ્‍યા અને વેદોનું વિભાજન કર્યું.

પ્રભુ શ્રીરામના પદસ્‍પર્શથી પાવન થયેલા ચિત્રકૂટ પર્વતના સમગ્ર દર્શન

સર્વ ભક્તજનોના ભગવાન શ્રીરામ અને સર્વ કાળની પ્રજાના પ્રભુ શ્રીરામચંદ્ર ! સર્વાર્થથી આદર્શ એવા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો આદર્શ લઈને અને ધર્માચરણ તેમજ સાધના કરીને રામરાજ્‍યની સ્‍થાપના માટે કટિબદ્ધ થઈએ !

શ્રી દત્ત ભગવાનના ચિત્રમાં દર્શાવેલાં ત્રિદેવોની કાંતિ ભિન્‍ન હોવી અને એકસરખી હોવી એની પાછળ, તેમજ શ્રી દત્ત ભગવાનની મૂર્તિ ‘ત્રિમુખી અને એકમુખી’ હોવા પાછળનાં આધ્‍યાત્‍મિક કારણો !

શ્રી દત્ત ભગવાનના અનેક મંદિરોમાં શ્રી દત્તની મૂર્તિ ‘ત્રિમુખી’ હોય છે. પુણે પાસેના ‘નારાયણપુર’ ખાતે શ્રી દત્તની એકમુખી મૂર્તિ છે.

દત્ત ભગવાનના ૨૪ ગુણ-ગુરુ

માન-અપમાનનો વિચાર કર્યા વિના જગતને તે પ્રારબ્‍ધ અધીન છે એમ સમજીને, સર્વ ચિંતાઓને ત્‍યજી દઈને બાળકની જેમ રહેવું અને આનંદ માણવો.

વારાણસી ખાતે સંત કબીર પ્રાગટ્ય સ્‍થળોનું છાયાચિત્રાત્‍મક દર્શન

સંત કબીર ગુરુદેવની પ્રતિક્ષા કરી રહ્યા હતા. તેમણે વૈષ્‍ણવ સંત સ્‍વામી રામાનંદને ગુરુ માન્‍યા હતા; પરંતુ સ્‍વામી રામાનંદે કબીરને શિષ્‍ય તરીકે સ્‍વીકાર કરવાની ના પાડી.

કોલ્‍હાપુર ખાતેનું અતિપ્રાચીન શ્રી એકમુખી દત્ત મંદિર !

મંદિરની પાસે દક્ષિણ બાજુએ ૧ સહસ્ર વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ છે. આ પીપળાના વૃક્ષમાં વડલો, ઉમરડો (ઊમરો) અને અન્‍ય બે વૃક્ષો એકજ થડમાંથી ઉગ્‍યાં છે.

મહર્ષિ અત્રિના સુપુત્ર અને શિવજીના અંશ-અવતાર એવા દુર્વાસઋષિની તપોભૂમિના ભાવપૂર્ણ દર્શન !

સનાતન હિંદુ ધર્મશાસ્‍ત્રોમાં ૮૮ સહસ્‍ત્ર ઋષિઓનો ઉલ્‍લેખ છે. ભારતમાં અનેક ઠેકાણે વિશેષતઃ જ્‍યાં પર્વતો આવેલા છે ત્‍યાં ઋષિઓએ તપસ્‍યા કરી હોવાનાં અનેક સ્‍થાન છે. દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં એવા અનેક ગામ છે કે, જે કેવળ ઋષિઓના નામથી જ ઓળખાય છે.

ભગવાન શ્રીકૃષ્‍ણનું અસ્‍તિત્‍વ અનુભવેલા કેટલાંક સ્‍થાનોનું છાયાચિત્રાત્‍મક દિવ્‍યદર્શન !

શ્રીકૃષ્‍ણ જેવા મિત્ર, ગુરુ, મા-બાપ કોઈ નથી, એ જે જાણે, તે સાચો ભક્ત ! ભગવાન શ્રીકૃષ્‍ણને અનન્‍ય ભાવથી શરણ જનારો ભક્ત સંસારસાગરમાંથી મુક્ત થાય છે.