ભારતમાં પ્રાચીન કાળથી પુષ્કળ મોટાં વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતા. તેમાંના કેટલાંક વિદ્યાપીઠો, તો બારમા સૈકાના અંત સુધી ટકી રહ્યા હતા. તેમાંથી સહસ્રો વિદ્યાર્થીઓ ઉચ્ચ દરજ્જાનું શિક્ષણ લઈને બહાર પડતા હતા. વર્તમાનમાં ઑક્સફર્ડ, કેંબ્રિજ ઇત્યાદિ પશ્ચિમી વિદ્યાપીઠોના નામો આપણે સાંભળીએ છીએ અને ત્યાંના શિક્ષણનો ઉચ્ચ સ્તર, તેમનું શિસ્તબદ્ધ અનુશાસન અને તેમની પ્રદીર્ઘ પરંપરા વિશેનું જ્ઞાન વાંચીને આપણને નવાઈ લાગે છે; પણ આપણા દેશમાં પણ એક સમયે વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતાં. તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, નાગાર્જુન, કાશી, પ્રતિષ્ઠાન, ઉજ્જયિની, વલ્લી, કાંચી, મદુરા, અયોધ્યા આ સર્વ વિદ્યાપીઠો પ્રસિદ્ધ હતા.