બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું રૂપ એટલે પ્રયાગરાજ સ્થિત લાખો વર્ષોથી અસ્તિત્વ ધરાવતો પરમપવિત્ર ‘અક્ષયવટ’ !
પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, વનવાસ માટે ભગવાન શ્રીરામ પ્રયાગ ખાતે ભરદ્વાજ ઋષિ પાસે આવ્યા, ત્યારે ભરદ્વાજ ઋષિએ તેમને જમના તટ પર રહેલા અક્ષયવટનો મહિમા કહી સંભળાવ્યો