રામભક્તશિરોમણિ ભરતની આધ્યાત્મિક ગુણવિશેષતાઓ !
રામભક્ત ભરત પ્રભુ શ્રીરામ સાથે એટલો તો એકરૂપ થયો હતો કે, તેની કાંતિ પ્રભુ શ્રીરામ જેવી વાદળી રંગની દેખાતી હતી. તેના નયન કમળની જેમ સુંદર હતા અને તેના દેહમાંથી ચંદનની દૈવી સુગંધ મહેકતી હતી. રામભક્ત ભરતની સુંદરતા દૈવી અને અલૌકિક હતી.