અશુભકાળમાં જન્મ થયેલા બાળકની ‘જનનશાંતિ’ કરવી શા માટે આવશ્યક છે ?
બાળકનો જન્મ થયા પછી બારમા દિવસે જનનશાંતિ કરવી. તે દિવસે શાંતિ માટે અલગ મુહૂર્ત જોવાની આવશ્યકતા હોતી નથી. જો બારમા દિવસે જનનશાંતિ કરવાનું સંભવ ન હોય તો બાળકના જન્મનક્ષત્રમાં ચંદ્ર આવે તે દિવસે અથવા અન્ય શુભ દિવસે મુહૂર્ત જોઈને શાંતિકર્મ કરવું.