કર્ણાટક રાજ્યના શૃંગેરી (જિલ્લો ચિક્કમગળુરૂ) અને કોલ્લુરૂ (જિલ્લો ઉડુપી) ખાતેનાં મંદિરો
કર્ણાટક રાજ્યના ઉડુપી જિલ્લામાં ‘સૌપર્ણિકા’ નદીના કાંઠે ‘કોલ્લુરૂ’ નામનું ગામ છે. આ ગામની પાછળ ‘કોડચાદ્રી’ નામનો પર્વત છે. સત્યયુગમાં દેવીએ કોડચાદ્રી પર્વત પર મૂકાસુરનો વધ કર્યા પછી દેવીનું ‘મૂકાંબિકા’ એવું નામ પડ્યું. આ પર્વત પર આદ્ય શંકરાચાર્યને મૂકાંબિકાદેવીએ દર્શન આપ્યા હતા.