દુષ્‍ટોનું નિર્દાલન કરવા માટે બ્રાહ્મ અને ક્ષાત્ર તેજયુક્ત યોદ્ધાવતાર ભગવાન પરશુરામ !

‘આ બાણ પશ્‍ચિમ દિશામાં જે ઠેકાણે પડશે, તેટલી પહોળાઈ ધરાવતો અને સહ્યાદ્રી પર્વતની લંબાઈ જેટલો પ્રદેશ મને આપ !, આ રીતે સમુદ્રનો જે પૃષ્‍ઠભાગ ઉપર આવ્‍યો, તે ભૂમિને અપરાન્‍ત કહેવાય છે. કન્‍યાકુમારીથી ઉત્તર ભણી ભૃગુકચ્‍છ સુધીનો આ પ્રદેશ છે.

અદ્વિતીય મહર્ષિ વ્‍યાસ

મહર્ષિ વ્‍યાસની મહાન ગ્રંથ રચનાને કારણે તેમને આદિગુરુ કહેવામાં આવે છે. (શૈવ સંપ્રદાય અનુસાર શિવજીને, તો દત્ત સંપ્રદાય અનુસાર દત્ત ભગવાનને આદિગુરુ કહેવામાં આવે છે.) અષાઢ માસની પૂનમને દિવસે ગુરુ પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યક્ત કરવા માટે શિષ્‍યગણ ગુરુપૂર્ણિમા ઊજવે છે.

નિસર્ગ દ્વારા મળનારા દૈવી સંકેત ઓળખી શકનારા દ્રષ્‍ટા ઋષિઓનું કાર્ય !

રાજ્‍યના સંદર્ભમાં થનારી વિશિષ્‍ટતાપૂર્ણ ઘટનાઓનું જ્ઞાન તે કાળના ઋષિઓને વિવિધ પ્રકારે થતું હતું અને તેવો સંદેશ તેઓ રાજાને આપતા હતા.

દેવર્ષિ નારદ

ભક્તિમાર્ગનું મહત્ત્વ, સ્‍વરૂપ અને ભક્તિમાર્ગની આવશ્‍યકતા આ સૂત્રો દ્વારા નારદમુનિએ ટૂંકમાં પણ વ્‍યવસ્‍થિત રીતે ‘નવવિધા ભક્તિના રહસ્‍યો’ વિશદ કર્યા છે.