શનિ ગ્રહની ‘સાડાસાતી’ અર્થાત આધ્યાત્મિક જીવનને વેગ આપનારી પર્વણી !
સાડાસાતી એટલે સાડાસાત વર્ષોનો કાલખંડ. ૩ રાશિઓમાંથી ભ્રમણ કરવા માટે શનિ ગ્રહને લગભગ સાડાસાત વર્ષો લાગે છે. ‘વ્યક્તિની જન્મરાશિ, જન્મરાશિના પાછળની રાશિ અને જન્મરાશિની આગળની રાશિ’ આ રીતે ૩ રાશિઓમાંથી શનિ ગ્રહનું ભ્રમણ થતું હોય, ત્યારે વ્યક્તિને સાડાસાતી હોય છે.