વ્યક્તિગત અને સામાજિક સ્તર પર જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ
એક શરીરમાં એક આત્મા રહે છે, જ્યારે એક રાષ્ટ્રમાં અનેક વ્યક્તિઓ એટલે કે અનેક આત્માઓ રહેતા હોય છે. એક વ્યક્તિએ કરેલા સારા-ખરાબ કર્મોનાં ફળો તે વ્યક્તિને ભોગવવા પડે છે; આને આપણે ‘વ્યષ્ટિ પ્રારબ્ધ’ કહીએ છીએ. તે પ્રમાણે એક રાષ્ટ્રના લોકોના એકત્રિત કર્મોનાં ફળો તે રાષ્ટ્રને ભોગવવા પડે છે. એને ‘સમષ્ટિ પ્રારબ્ધ’ કહે છે.