ભગવાન શ્રીકૃષ્‍ણનું અસ્‍તિત્‍વ અનુભવેલા કેટલાંક સ્‍થાનોનું છાયાચિત્રાત્‍મક દિવ્‍યદર્શન !

શ્રીકૃષ્‍ણ જેવા મિત્ર, ગુરુ, મા-બાપ કોઈ નથી, એ જે જાણે, તે સાચો ભક્ત ! ભગવાન શ્રીકૃષ્‍ણને અનન્‍ય ભાવથી શરણ જનારો ભક્ત સંસારસાગરમાંથી મુક્ત થાય છે.

શ્રીકૃષ્‍ણની ઉપાસના

જગદ્‌ગુરુ કૃષ્‍ણને વંદન કરું છું. સર્વ દેવોમાં કેવળ શ્રીકૃષ્‍ણને જ જગદ્‌ગુરુ સંબોધવામાં આવ્‍યા છે. તેનું કારણ એમ છે કે, તેમણે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ ઇત્‍યાદિ યોગમાર્ગ શીખવ્‍યા છે.

જગદ્‌ગુરુ ભગવાન શ્રીકૃષ્‍ણની વિવિધ ગુણવિશિષ્‍ટતાઓ !

ભગવાન શ્રીકૃષ્‍ણ પ્રત્‍યેકના ઇંદ્રિયકર્મોના પરમ નિર્દેંશક (માર્ગદર્શક) છે. તેથી તેમને ‘હૃષિકેશ’ સંબોધવામાં આવે છે. ‘હૃષીક’ એટલે ઇંદ્રિયો. તેમના ઈશ, તે હૃષિકેશ.

ગીતા જયંતી

ભગવાન્ શ્રીકૃષ્ણ ! નામ લેતાં જ મન આદર અને આનંદથી ભરાઈ જાય છે. ભગવાન્ શ્રીકૃષ્ણ પ્રત્યે મનમાં અત્યધિક આદર શા માટે હોય છે ? ભગવદ્દગીતા દ્વારા તેમણે આપેલા દિવ્ય જ્ઞાનને કારણે ! ખરૂં જોતાં આ જ્ઞાન માટે ‘દિવ્ય’, ‘અપ્રતિમ’, ‘અલૌકિક’, ‘અદ્દભૂત’ જેવા શબ્દો પણ અપૂરાં પડે છે.

શ્રીકૃષ્ણ એટલે પૂર્ણાવતાર !

ભગવાન શ્રીવિષ્ણુનો આઠમો અને અનન્ય પૂર્ણાવતાર એટલે ભગવાન શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ એક જ સમયે ઇચ્છા, ક્રિયા અને જ્ઞાન આ ત્રણેય શક્તિઓના સ્તર પર કાર્ય કરી શકે છે; તેથી તેમને પૂર્ણાવતાર એમ કહ્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસના

ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવા પહેલાં ઉપાસકે પોતાને મધ્યમાથી, અર્થાત્ વચલી આંગળીથી બે ઊભી લીટીનું ચંદન લગાડવું અથવા ભરચક ઊભું ચંદન લગાડવું.શ્રીકૃષ્ણ ભગવાનની પૂજામાં તેમની પ્રતિમાને ચંદન લગાડવા માટે ગોપીચંદનનો ઉપયોગ કરવામાં આવે છે.