હલાહલ

હલાહલ એટલે સૃષ્ટિની નિર્મિતિ થતી વેળાએ નિર્માણ થયેલી અનાવશ્યક અને સમય જતાં સૃષ્ટિના નિયમોને હાનિકારક પુરવાર થનારી બાબતો. તેમને જ આપણે ‘અનિષ્ટ શક્તિ’ એમ સંબોધીએ છીએ.

શિવપિંડીના પ્રકાર, પૂજા અને તેની પ્રદક્ષિણા

શિવજીની પ્રદક્ષિણા ચંદ્રકળા જેવી, એટલે સોમસૂત્રી હોય છે. શાળુંકાથી ઉત્તર દિશા ભણી, એટલે સોમની દિશા ભણી, મંદિરના વિસ્તારના છેડા સુધી (આંગણાં સુધી) જે સૂત્ર, એટલે નાનો વહેળો જાય છે, તેને સોમસૂત્ર કહે છે.

શિવ : તાંડવનૃત્ય

શિવજીનું તાંડવનૃત્ય જ્યાં સુધી લયબદ્ધ હોય છે, ત્યાં સુધી સૃષ્ટિ પરનો કારભાર પણ વ્યવસ્થિત ચાલુ હોય છે. શિવજીનું બેભાન તાંડવનૃત્ય એ શિવજીના અંતશક્તિનું રૂપ છે.