શિવજી અને તેમનાં વિવિધ નામો

શિવજી પોતે સ્‍વયંસિદ્ધ અને સ્‍વયંપ્રકાશી છે. શિવજીનો રંગ કર્પૂર જેવો (કપૂર જેવો) ધોળો છે; તેથી તેમને ‘કર્પૂરગૌર’ એવું પણ કહે છે.

મહાદેવજીની સામે નંદી ન હોવાનું ત્રૈલોક્યમાંનુ એકમાત્ર શ્રી કપાલેશ્‍વર મંદિર

કપાલેશ્‍વર શિવલિંગ એ અતિ પ્રાચીન છે. તેની શોધખોળ વર્ષ ૧૧૦૦ની આસપાસ થઈ. કેટલાક લોકોને રામકુંડ નજીક આવેલી એક ટેકરી પર એક ભોયરું દેખાયું. તે ભોયરામાં શિવલિંગ હોવાનું તેમણે જોયું. તે સમયે તેમણે ત્‍યાંના બ્રાહ્મણો સાથે ચર્ચા કરીને પછી અહીં કપાલેશ્‍વર મંદિર હોવાની ઘોષણા કરી.

નટરાજની મૂર્તિ અને તાંડવનો પરમાણુની ઉત્‍પત્તિ સાથે સંબંધ

શિવના નૃત્‍યનાં ૨ રૂપો છે. એક છે લાસ્‍ય. જેને નૃત્‍યમાં કોમલ રૂપ કહેવામાં આવે છે. બીજું છે તાંડવ, જે વિનાશ દર્શાવે છે. ભગવાન શિવનું નૃત્‍ય સર્જન અને વિનાશ દર્શાવે છે.

મહાશિવરાત્રિ

ભગવાન શિવ રાત્રિના પ્રહરમાં વિશ્રામ કરે છે. તે પ્રહરને, અર્થાત્ શિવજીના વિશ્રામકાળને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે.શિવજી વૈરાગ્યના દેવતા છે.

‘ભસ્મ’ – શિવજીની ઉપાસનાનું એક આવશ્યક ઘટક

આ શબ્દમાં રહેલો ‘ભ’ એટલે ‘ભર્ત્સનમ્’ અર્થાત્ ‘નાશ થવો’.   ‘ભસ્મ’ આ શબ્દમાં રહેલો ‘સ્મ’ એટલે સ્મરણ. ભસ્મને કારણે પાપોનું નિર્દાલન થઈને ઈશ્વરનું સ્મરણ થાય છે.

શિવજી, નટરાજ અને તાંડવનૃત્ય

શિવજીની બે અવસ્થાઓ માનવામાં આવી છે. તેમાંથી એક સમાધિ અવસ્થા અને બીજી છે તાંડવ અથવા લાસ્ય નૃત્ય અવસ્થા. સમાધિ અવસ્થા, અર્થાત્ નિર્ગુણ અવસ્થા અને નૃત્યાવસ્થા એટલે સગુણ અવસ્થા.

હલાહલ

હલાહલ એટલે સૃષ્ટિની નિર્મિતિ થતી વેળાએ નિર્માણ થયેલી અનાવશ્યક અને સમય જતાં સૃષ્ટિના નિયમોને હાનિકારક પુરવાર થનારી બાબતો. તેમને જ આપણે ‘અનિષ્ટ શક્તિ’ એમ સંબોધીએ છીએ.

શિવપિંડીના પ્રકાર, પૂજા અને તેની પ્રદક્ષિણા

શિવજીની પ્રદક્ષિણા ચંદ્રકળા જેવી, એટલે સોમસૂત્રી હોય છે. શાળુંકાથી ઉત્તર દિશા ભણી, એટલે સોમની દિશા ભણી, મંદિરના વિસ્તારના છેડા સુધી (આંગણાં સુધી) જે સૂત્ર, એટલે નાનો વહેળો જાય છે, તેને સોમસૂત્ર કહે છે.

શિવ : તાંડવનૃત્ય

શિવજીનું તાંડવનૃત્ય જ્યાં સુધી લયબદ્ધ હોય છે, ત્યાં સુધી સૃષ્ટિ પરનો કારભાર પણ વ્યવસ્થિત ચાલુ હોય છે. શિવજીનું બેભાન તાંડવનૃત્ય એ શિવજીના અંતશક્તિનું રૂપ છે.