ગીતા જયંતી
ભગવાન્ શ્રીકૃષ્ણ ! નામ લેતાં જ મન આદર અને આનંદથી ભરાઈ જાય છે. ભગવાન્ શ્રીકૃષ્ણ પ્રત્યે મનમાં અત્યધિક આદર શા માટે હોય છે ? ભગવદ્દગીતા દ્વારા તેમણે આપેલા દિવ્ય જ્ઞાનને કારણે ! ખરૂં જોતાં આ જ્ઞાન માટે ‘દિવ્ય’, ‘અપ્રતિમ’, ‘અલૌકિક’, ‘અદ્દભૂત’ જેવા શબ્દો પણ અપૂરાં પડે છે.