દેવીનું માહાત્મ્ય !
તુળજાપુરના શ્રી ભવાનીદેવી હિંદવી સ્વરાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના કુળદેવી હતા. જય ભવાની અને હર હર મહાદેવ એવી ઘોષણા કરતા રહીને છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના માવળાઓ શત્રુ સાથે યુદ્ધ કરતા હતા. શત્રુ સાથે લડવા માટેજ શ્રી ભવાની માતાએ પ્રસન્ન થઈને શિવાજી મહારાજને ભવાની તલવાર પ્રદાન કરી હતી.