શ્રી દત્ત ભગવાનના ચિત્રમાં દર્શાવેલાં ત્રિદેવોની કાંતિ ભિન્‍ન હોવી અને એકસરખી હોવી એની પાછળ, તેમજ શ્રી દત્ત ભગવાનની મૂર્તિ ‘ત્રિમુખી અને એકમુખી’ હોવા પાછળનાં આધ્‍યાત્‍મિક કારણો !

શ્રી દત્ત ભગવાનના અનેક મંદિરોમાં શ્રી દત્તની મૂર્તિ ‘ત્રિમુખી’ હોય છે. પુણે પાસેના ‘નારાયણપુર’ ખાતે શ્રી દત્તની એકમુખી મૂર્તિ છે.

દત્ત ભગવાનના ૨૪ ગુણ-ગુરુ

માન-અપમાનનો વિચાર કર્યા વિના જગતને તે પ્રારબ્‍ધ અધીન છે એમ સમજીને, સર્વ ચિંતાઓને ત્‍યજી દઈને બાળકની જેમ રહેવું અને આનંદ માણવો.