ઓતુર (પુણે) ખાતેના શ્રી કપર્દિકેશ્વર મંદિરની જાત્રાની વિશિષ્ટતા
ઓતુર ખાતે શ્રી કપર્દિકેશ્વરની જાત્રા પ્રતિવર્ષ શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે ભરાય છે. આ દિવસે સવારે ગામના સર્વ ઘરોમાંથી ચોખા લઈને પાસેની માંડવી નદીમાં તે ધોઈ લેવામાં આવે છે અને મંદિરના ગર્ભગૃહમાં તે ચોખામાંથી પાંચ ઘડાની પિંડ બનાવે છે.