સાધના કરવા સિવાય કોઈ પર્યાય નથી !
આગામી ભીષણ આપત્કાળનો સામનો કરવા માટે સાધના કરવા સિવાય અન્ય કોઈ પર્યાય નથી ! – સનાતનના સંત સદગુરુ રાજેંદ્ર શિંદે
આગામી ભીષણ આપત્કાળનો સામનો કરવા માટે સાધના કરવા સિવાય અન્ય કોઈ પર્યાય નથી ! – સનાતનના સંત સદગુરુ રાજેંદ્ર શિંદે
આત્મજ્ઞાન પ્રદાન કરે, તે ગુરુ ! શિષ્યનું પરમમંગલ એટલે આધ્યાત્મિક પ્રગતિ સાધ્ય કરવી અને જ્ઞાનશક્તિ દ્વારા માનવીનો ઉદ્ધાર કરવો, એ ગુરુનું પ્રમુખ કાર્ય હોય છે. સારો શિષ્ય બનવા માટે પ્રત્યેકે વ્યક્તિગત સાધના કરીને આધ્યાત્મિક પ્રગતિ કરવી અને માનવ જાતના હિત માટે અધ્યાત્મનો પ્રસાર કરવો આવશ્યક હોય છે. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલે
સમષ્ટિ સંત થવાથી ઈશ્વર સાથેનું અનુસંધાન અધિક વ્યાપક બને છે. એનાથી સમજાય છે કે સમષ્ટિ સાધનામાં ઈશ્વરને શું અપેક્ષિત છે. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી
નામજપ એકાગ્રતાથી કરવાને કારણે ‘શિવદશા’ અનુભવવી, એ ‘ધ્યાન’. ‘શિવદશા’ સહજસ્થિતિમાં અનુભવવી, એ એક રીતે જાગૃત અવસ્થામાંનું ‘ધ્યાન’. ધ્યાનાવસ્થા એટલે પોતાને ભૂલી જવું. ધ્યાનાવસ્થામાં સતત રહી શકાતું નથી; તેથી જાગૃત અવસ્થામાં સાધના દ્વારા પોતાને ભૂલવાનો પ્રયત્ન કરવો, એ વધારે મહત્ત્વનું છે. – (પૂ.) શ્રી. સંદીપ આળશી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.
ગુરુપૂર્ણિમા પર ગુરુનું તેજોવલય નિર્માણ થઈને શિષ્યોને આશીર્વાદ મળે છે. કાર્ય માટે પ્રેરણા મળે, તે માટે ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુચરણોમાં નતમસ્તક થવું શિષ્યનું કર્તવ્ય છે. – પ.પૂ. રામાનંદ મહારાજ, ઇંદોર, મધ્યપ્રદેશ.
પ.પૂ. ડૉકટરજીની સાધના મોટી છે. શ્રીહરિ વિષ્ણુના તેઓ ખરા ભક્ત છે. પ.પૂ. ડૉકટરજીના જીવનમાં જો મહામૃત્યુયોગ હોય, તોપણ તેમના જીવને ધોખો નથી; કારણકે તેમને ઇશ્વરી સંરક્ષણ છે. પ.પૂ. ડૉકટરજીની તપશ્ચર્યા સીધીસાદી નથી. તેઓ દિવસ-રાત એક કરી રહ્યા છે. પ.પૂ. ડૉકટરજીને હું શું આશીર્વાદ આપુ ? મને જ તેમના આશીર્વાદની આવશ્યકતા છે. સનાતન કરી રહેલું કાર્ય … Read more
‘જીવિત હોવું એ ઈશ્વર દ્વારા મળેલી એક તક હોય છે. આપણા પર પરિસ્થિતિનું થનારું પરિણામ જાણીને પ્રતિદિન શુદ્ધિકરણ કરવું, એ ખરી સાધના છે. અમસ્તી જ સાધના કરવી અને પરિસ્થિતિ જાણી લઈને સાધના કરવી, તેમાં ફેર છે. જો એકાદ વ્યક્તિ અમસ્તી જ સાધના કરે, તો તે એકલી અર્થાત્ વ્યષ્ટિ સાધના થઈ કહેવાય. તે સંગઠિત રીતે થઈ … Read more
ઈશ્વરપ્રાપ્તિ કરાવી આપે, એ જ ખરું શિક્ષણ છે. વિજ્ઞાન સહિત અન્ય બધું શિક્ષણ માયા સંબંધી છે. તે માયાજનિત સુખ આપે છે અને ઈશ્વરથી દૂર લઈ જાય છે એટલે એનું મૂલ્ય શૂન્ય છે. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી