સનાતનનો આશ્રમ પૃથ્વી પર સ્થિત પરમધામ છે !

સનાતનના આશ્રમમાં આવીને હું અત્યંત પ્રસન્ન છું. અહીં સ્વર્ગ જેવું વાતાવરણ છે, જે હું જીવનમાં અને પૃથ્વી પર પહેલી વાર જોઈ રહી છું. આ વૈકુંઠધામ જ નહીં, પરંતુ પરમધામ છે. અહીંના સર્વ સાધક પ્રેમભાવથી ઓતપ્રોત છે અને ભાવપૂર્ણ અને અહમરહિત સેવા કરી રહ્યા છે. હું અહીં આવીને ધન્ય થઈ ગઈ છું. – ગુરુમા ગીતેશ્વરીજી

હિંદુ રાષ્ટ્ર

આ જગતમાં આપણને ‘હિંદુ’ તરીકે સ્વાભિમાનથી જીવવાનો સંપૂર્ણ અધિકાર છે અને એવો અધિકાર ધરાવતું રાષ્ટ્ર હિંદુધ્વજ હેઠળ જ સ્થાપિત થવું જોઈએ ! – સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર

સનાતન સંસ્થાનું વ્યાપક રૂપ

નિષ્ઠા, ત્યાગ, સેવા અને સદાચાર, આ ચાર ગુણોના કારણે ‘સનાતન સંસ્થા’ વ્યાપક રુપ ધારણ કરશે, એવો મને વિશ્વાસ છે. – પ.પૂ. રામાનંદ મહારાજ, ઇંદોર, મધ્યપ્રદેશ.

પ્રારબ્ધ (ભાગ્ય) ભોગવવું

જેવી રીતે અધિકોષનું ઋણ ચુકતું કરવું પડે છે, એવી જ રીતે પ્રારબ્ધ (ભાગ્ય) ભોગવીને જ પૂરુ કરવું પડે છે. નહીં તો એક દિવસ વ્યાજ સાથે ચુકવવું પડે છે. – સંત ભક્તરાજ

સમાધાની રહેવું

‘પરમેશ્વરની માયાને સમજીને, તે સ્થિતિમાં જ સમાધાની રહેવું.’ અર્થ : ‘માયાને સમજીને’ એટલે માયામાં બ્રહ્મનાં અસ્તિત્વને સમજીને. એકવાર માયામાં વિદ્યમાન બ્રહ્મને જાણી લઈએ, તો કેવળ સમાધાન અને આનંદ જ શેષ રહેશે. – સંત ભક્તરાજ

અલંકારનું સૌંદર્ય

અલંકાર મનુષ્યના શરીર પર તેના સૌંદર્યને લીધે નહીં, પણ ઈશ્વર ભણીથી તેને મળનારા ચૈતન્યને લીધે જ શોભે છે ! – (પરાત્પર ગુરુ) પરશરામ પાંડે મહારાજ, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.

વિશ્વ જે શાંતિ માટે પ્રયત્ન કરી રહ્યું છે, તે શાંતિ નિશ્ચિતરૂપે ‘ૐ’ ના જપોચ્ચારથી મળી શકે !

‘ૐ’કાર આ નાદબ્રહ્માનું પ્રતીક છે. વિશ્વના પ્રત્યેક ધર્મએ તેનો સ્વીકાર કર્યો છે. ‘ૐ’કાર અ+ઉ+મ્થી બન્યું છે. ‘ૐ’ એ બ્રહ્માંડનું સ્વયંભૂ સંગીત છે. એક નિશ્ચિત સમયે કેવળ ૨ મિનિટ; પરંતુ મોટેથી તેનો ઉચ્ચારણ કરવાથી તે નાદબ્રહ્મ બ્રહ્માંડમાંના અણુ-રેણુમાં પહોંચે છે. અત્યારે બ્રહ્માંડમાં જે ઉથલપાથલ ચાલી છે, તેને પૂર્વવત કરવાનું ‘ૐ’કારમાં સામર્થ્ય છે. વિશ્વ જે શાંતિ માટે … Read more

સનાતનની વિચારધારા સંપૂર્ણ જગત્માં ફેલાય. તે માટે મા ગાયત્રીને પ્રાર્થના

મારી પોતાની એવી તીવ્ર ઇચ્છા છે કે, સનાતનની વિચારધારા સંપૂર્ણ જગત્માં ફેલાય. તે માટે મા ગાયત્રીને મારી પ્રાર્થના ચાલુ રહેશે. – પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.

પરાત્પર ગુર ડૉ. આઠવલેજી વિશેના વિચાર

જયંતભાઈ (સનાતન સંસ્થાના સંસ્થાપક પરાત્પર ગુર ડૉ. જયંત આઠવલેજી)એ પોતાનો સ્વાર્થ સાધ્યો નથી, બીજા સુખી તો આપણે સુખી એમ હંમેશાં માન્યું છે. – પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.

પ.પૂ. ડૉકટરજી કરી રહેલા જપની શક્તિને લીધે સાક્ષાત સુદર્શનચક્રને આશ્રમના રક્ષણ માટે આવવું પડવું

ગોવા ખાતેનું સનાતન આશ્રમ એ સાક્ષાત ઋષિનું આશ્રમ છે. આશ્રમમાં સારી શક્તિઓ છે. મને સાક્ષાત સુદર્શનચક્ર આ આશ્રમનું રક્ષણ કરે છે, એમ દેખાય છે. સુદર્શનચક્ર કેવળ મહાવિષ્ણુ નારાયણ અર્થાત્ શ્રીકૃષ્ણના હાથમાં હોય છે, તો પછી તે ગોવાના (રામનાથી) આશ્રમના રક્ષણ માટે કેવી રીતે આવ્યું ? મે પહેલાં એવું કોઈ પણ આશ્રમમાં જોયું નથી. પ.પૂ. ડૉકટરજી … Read more